<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

CSKમાં જોડાવાનો સંકેત?

રિષભે કરી રજનીકાંત સ્‍ટાઇલ પોસ્‍ટઃ ફોટો કેપ્‍શનમાં લખ્‍યુ ‘થલાઇવા'

નવી દિલ્‍હીઃ આઇપીએલ૨૦૨૫માં ક્રિકેટ ફેન્‍સ મોટા ફેરફાર જોવા ઉત્‍સુક છે. આ બધા વચ્‍ચે વિકેટકીપર રિષભ પંતની સોશ્‍યલ મીડિયા પોસ્‍ટે નવી ચર્ચાને જન્‍મ આપ્‍યો છે. આ પોસ્‍ટમાં રિષભ પંતે પોતાની અને દિગ્‍ગજ અભિનેતા રજનીકાંતની એક તસવીર શેર કરી છે જેમાં બન્ને એક જ સ્‍ટાઇલમાં બેઠા છે. પંતે આ ફોટોની કેપ્‍શનમાં ‘થલાઇવા'લખ્‍યું છે. રજનીકાંતને તેમના ફેન્‍સ પ્રેમથી ‘થલાઇવા'કહે છે. તામિલમાં થલાઇવાનો અર્થ લીડર અથવા બોસ થાય છે. ફેન્‍સ આ પોસ્‍ટને મહેન્‍દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્‍સ સાથે જોડી રહ્યા છે. કેટલાક યુઝર્સ માને છે કે પંત આવતા વર્ષથી ચેન્નઈ માટે રમશે. ધોનીએ ૨૦૧૬માં આવી જ પોસ્‍ટ શેર કરી હતી.

(3:45 PM IST)