<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

BCCIએ બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સામેની સીરિઝના શેડ્યૂલમાં ફેરફાર કર્યો : હવે T20 મેચ 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં યોજાશે.

ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે બે બે મેચની ટેસ્ટ શ્રેણી અને ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશે :ટેસ્ટ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે: ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે

મુંબઈ : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આંતરરાષ્ટ્રીય T-20 ક્રિકેટ મેચ 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં રમાશે. બીસીસીઆઈના જણાવ્યા અનુસાર બંને દેશો વચ્ચેની સીરીઝની આ પ્રથમ મેચ હશે. આ મેચ પહેલા ધર્મશાળામાં રમાવાની હતી, પરંતુ ત્યાં સ્ટેડિયમના નવીનીકરણના કામને કારણે તેને ગ્વાલિયર ખસેડવામાં આવી છે.

  ગ્વાલિયરમાં નવનિર્મિત શ્રીમંત માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં આયોજિત થનારી આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. ગ્વાલિયરમાં છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 24 ફેબ્રુઆરી 2010ના રોજ રમાઈ હતી. આ ODI મેચમાં સચિન તેંડુલકરે 200 અણનમ રનની રેકોર્ડ ઇનિંગ રમી હતી. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ બેટ્સમેન બન્યો છે.

  આ સિવાય બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ અને બીજી ટી20 મેચનું સ્થળ બદલ્યું છે. પહેલા પ્રથમ ટી-20 મેચ ચેન્નાઈમાં રમાવાની હતી, પરંતુ હવે તે કોલકાતામાં રમાશે. પ્રથમ T20 મેચ 22 જાન્યુઆરીએ કોલકાતામાં ઈંગ્લેન્ડ સામે રમાશે

  બાંગ્લાદેશનો ભારત પ્રવાસ તારીખ સમય મેચ સ્થળ

19 સપ્ટેમ્બર 2024 સવારે 9.30 AM પ્રથમ ટેસ્ટ ચેન્નાઈ

27 સપ્ટેમ્બર 2024 સવારે 9.30 AM બીજી ટેસ્ટ કાનપુર

 06 ઓક્ટોબર 2024 સાંજે 7.00 PM 1લી T20 ગ્વાલિયર

 09 ઓક્ટોબર 2024 સાંજે 7.00 PM બીજી T20 દિલ્હી

12 ઓક્ટોબર 2024 સાંજે 7.00 PM ત્રીજી T20 હૈદરાબાદ

 

ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ તારીખ સમય મેચ સ્થળ

22 જાન્યુઆરી 2025 સાંજે 7.00 PM 1લી T20 કોલકાતા

25 જાન્યુઆરી 2025 સાંજે 7.00 PM બીજી T20 ચેન્નાઈ

28 જાન્યુઆરી 2025 સાંજે 7.00 PM ત્રીજી T20 રાજકોટ

 31 જાન્યુઆરી 2025 સાંજે 7.00 PM 4થી T20 પુણે

 02 ફેબ્રુઆરી 2025 સાંજે 7.00 PM પાંચમી T20 મુંબઈ

06 ફેબ્રુઆરી 2025 બપોરે 1.30 PM 1લી ODI નાગપુર

09 ફેબ્રુઆરી 2025 બપોરે 1.30 PM બીજી ODI કટક

 12 ફેબ્રુઆરી 2025 બપોરે 1.30 PM ત્રીજી ODI અમદાવાદ

(12:20 AM IST)