<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

બાંગ્લાદેશ સામે વાપસી કરી શકે છે મોહમ્મદ શમી

નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ બાદ ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટૂંક સમયમાં ભારતીય ટીમમાં વાપસી કરે તેવી શક્યતા છે. શમી 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં શરૂ થનારી બે મેચની હોમ ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં વાપસી કરી શકે છે. આમાં મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં શાનદાર બોલિંગ (7-57) પણ સામેલ છે.ODI વર્લ્ડ કપ બાદ મોહમ્મદ શમીને જમણી એડીમાં ઈજાના કારણે ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. જેના કારણે આ વર્ષે 2024માં તેની સર્જરી કરાવવી પડી હતી. તે ઘણા મહિનાઓથી ક્રિકેટથી દૂર છે. શમી તેની ઈજામાંથી સારી રીતે સાજો થઈ રહ્યો છે.અહેવાલ મુજબ, શમી હાલમાં NCAમાં તેના પુનર્વસનના અંતિમ તબક્કામાં છે અને તેણે ગયા મહિને બોલિંગ શરૂ કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિટ થયા બાદ શમીએ ધીમે-ધીમે બોલિંગનો વર્કલોડ વધાર્યો છે.આ મહિનાની શરૂઆતમાં, શ્રીલંકાના મર્યાદિત ઓવરોના પ્રવાસ માટે રવાના થતા પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું હતું કે શમીએ બોલિંગ શરૂ કરી દીધી છે. તેનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશ સામે ચેન્નાઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ભારતની પ્રથમ ટેસ્ટ મેચમાં રમવાનો છે, જેથી તે આંતરરાષ્ટ્રીય સ્તર પર વાપસી કરી શકે.

 

(6:27 PM IST)