તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
વિનેશ સામે ટકરાનારી અમેરિકન રેસલર જીતી ગોલ્ડ
કયુબાની કુસ્તીબાજ બે મેચ હારવા છતાં લઇ ગઇ સિલ્વર મેડલ

નવી દિલ્હી, તા. ૯: પૅરિસ ઑલિમ્પિક્સમાં વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કર્યા બાદ મહિલાઓની ૫૦ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તી ઇવેન્ટની ફાઇનલમાં અમેરિકાની સારા હિલ્ડબ્રૅન્ટની સામે કયુબાની કુસ્તીબાજ યુતાીલિસ ગુઝમાનને ફાઇનલ રમવાની તક મળી હતી. જોકે ફાઇનલમાં ૩-૦થી જીત મેળવીને અમેરિકાની કુસ્તીબાજ ગોલ્ડ મેડલ જીતી હતી. સેમી ફાઇનલમાં વિનેશ ફોગાટ સામે હારનાર કયુબાની કુસ્તીબાજ ફાઇનલમાં પણ હારી, પરંતુ સિલ્વર મેડલ જીતી ગઈ હતી. એક દિવસમાં સતત ત્રણ મૅચ જીત્યા બાદ ૧૦૦ ગ્રામ વજન વધારે હોવાથી ભારતીય કુસ્તીબાજની પહેલો ઑલિમ્પિક મેડલ જીતવાની તક તેની પાસેથી છીનવી લેવામાં આવી હતી.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
