તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 9th August 2024
કુસ્તીબાજ અમન સેહરાવત આજે બ્રોઝ મેડલ મેચ રમશે : રાત્રે ૧૦:૪પ થી જંગ

નવી દિલ્હી, તા. ૯ : ભારતના યુવા કુસ્તીબાજ અમન સેહરાવતે ગઈ કાલે એક પણ પૉઇન્ટ ગુમાવ્યા વગર પુરુષોની ૫૭ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તી ઇવેન્ટની સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, પણ સેમી ફાઇનલમાં જપાનના ખેલાડી સામે ૦-૧૦થી હારી ગયો હતો.
તે સેમી ફાઇનલમાં એક પણ પૉઇન્ટ મેળવી શકયો નહોતો. તેણે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં નૉર્થ મેસેડોનિયાના કુસ્તીબાજને ૧૦-૦થી અને ક્વૉર્ટર ફાઇનલમાં અલ્બેનિયાના કુસ્તીબાજને ૧૨-૦થી હરાવ્યો હતો. પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનો આ એક માત્ર પુરુષ કુસ્તીબાજ આજે રાત્રે ૧૦.૪૫ વાગ્યે બ્રૉન્ઝ મેડલ મૅચ રમવા ઊતરશે
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
