તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
તમે સંન્યાસ ભલે જાહેર કર્યો પણ નવી ટીમ તમારે તૈયાર કરવી પડશેઃ નરેન્દ્રભાઇનો શ્રીજેશને ખાસ સંદેશ

નવી દિલ્હી, તા., ૯: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ સ્પેનને ૨-૧થી હરાવ્યું હતું. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર ભાઇએ ભારતીય હોકી ટીમના ખેલાડીઓને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદીએ હરમનપ્રીતને ઁસરપંચ સાહેબઁ કહીને સંબોધન કરતાં સૌ ખેલાડીઓ હસી પડ્યા હતા. PMએ શ્રીજેશ સાથે પણ વાત કરી હતી અને વખાણ કર્યા હતા. PMએ શ્રીજેશને ટકોર કરી હતી કે તમે સંન્યાસ જાહેર કર્યું છે પણ તમારે નવી ટીમ તૈયાર કરવી પડશે.
ભારતીય કેપ્ટન હરમનપ્રીતે પ્રથમ પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. જ્યારે બીજો પેનલ્ટી કોર્નર પર ગોલ હરમનપ્રીતે કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ૨-૧થી સરસાઈ મેળવી લીધી હતી.
ભારતીય ટીમે ૧૯૬૮ અને ૧૯૭૨માં સતત બે મેડલ જીત્યા હતા. ૨૦૨૦માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ૧૯૮૦ બાદ ઓલિમ્પિકમાં હોકીમાં ભારતીય ટીમના મેડલ જીતવા પર ૪૦ વર્ષ સુધી દુષ્કાળ રહ્યો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૨૦માં ટોકયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતીય ટીમ આ દુષ્કાળનો અંત લાવી હતી. ત્યારે ૨૦૨૪માં પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આમ ભારતીય હોકી ટીમ ૫૨ વર્ષે બેક ટુ બેક ઓલિમ્પિક મેડલ જીત્યા છે.ઓલિમ્પિક ઇતિહાસમાં ભારતને સૌથી વધુ સફળતા હોકીમાં મળી છે. હોકીમાં ભારતનો આ ચોથો બ્રોન્ઝ મેડલ છે. ઉપરાંત ભારતે હોકીમાં સૌથી વધુ આઠ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પણ જીત્યા છે. ભારતે ૧૯૨૮થી ૧૯૫૬ સુધી સતત છ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ૧૯૬૦થી ૧૯૭૨ સુધી ભારતે હોકીમાં સતત ચાર મેડલ જીત્યા હતા. પછી ૧૯૭૬માં ભારત મેડલ જીતવામાં ચૂકી ગયો હતો. જો કે, ૧૯૮૦માં ભારતે ગોલ્ડ મેડલ જીતી ફરી વાપસી કરી હતી.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
