<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

ભારતીય હોકી ટીમ આજે સ્‍પેન સામે બ્રોન્‍ઝ મેડલ જીતવા મેદાનમાં ઉતરશેઃ સાંજે પઃ૩૦ વાગ્‍યાથી મુકાબલો

નવી દિલ્‍હી તા. ૮: સેમી ફાઇનલમાં જર્મનીના હાથે મળેલી હારનું દુઃખ ભૂલીને ભારતીય હોકી ટીમ આજે પેરિસ ઓલિમ્‍પિકસમાં છેલ્લી વાર સ્‍પેન સામે ત્રીજા સ્‍થાન માટે રમાનારી મેચમાં ઉતરશે.

નેધરલેન્‍ડ્‍સ સામે ૪-૦ થી સેમી ફાઇનલ હારીને આવેલી સ્‍પેનની ટીમ આજે સાંજે પ.૩૦ વાગ્‍યાથી ભારતીય ટીમ સાથે બ્રોન્‍ઝ જીતવાનો પ્રયત્‍ન કરશે. ભારતને ૩-ર થી હરાવનાર જર્મની આજે રાત્રે ૧૦.૩૦ વાગ્‍યાથી નેધરલેન્‍ડ્‍સ સામે ગોલ્‍ડ મેડલ મેચ રમવા ઉતરશે.

સમગ્ર ટુર્નામેન્‍ટમાં ચેમ્‍પિયનની જેમ રમતી ભારતીય ટીમે જર્મની સામે રોકાંચક મુકાબલો હારી એને પગલે ૪૪ વર્ષ બાદ ઓલિમ્‍પિક ગોલ્‍ડ મેડલ જીતવાનું સપનું તુટી ગયું હતું. આજે કેપ્‍ટન હરમનપ્રીત સિંહની ટીમનો પ્રયાસ ટોકયોમાં જીતેલા બ્રોન્‍ઝને જાળવી રાખવાનો રહેશે. ટુર્નામેન્‍ટમાં અત્‍યાર સુધીમાં નવ ગોલ કરનાર હરમનપ્રીતનું પ્રદર્શન પ્રશંસનીય હતું. અનુભવી ગોલકીપર પી.આર. શ્રીજેશ આજે મેડલ જીતીને હોકીને અલવિદા કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે.

(3:04 PM IST)