તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
પ હજાર મીટર રેસના રેસિ્ંગ-ટ્રેક પર ખેલાડીઓનો એકિસડન્ટ

નવી દિલ્હી તા. ૮: પેરિસ ઓલિમ્પિકસમાં પ હજાર મીટરની રેસમાં વિચિત્ર ઘટના બની હતી. લોન્ગ જમ્પની ઇવેન્ટને કવર કરી રહેલો કેમેરામેન એક સમયે રેસિંગ-ટ્રેક પર આવી ગયો હતો. જેના કારણે એથ્લીટ્સ ચોંકી ગયા હતા. ત્યારબાદ ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સના દોડવીરની ટક્કરને કારણે અન્ય કેટલાક ખેલાડીઓ પણ રેસિંગ-ટ્રેક પર પડી ગયા હતા. રેસ બાદ ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સના દોડવીર વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. સોશ્યલ મીડિયા પર આ રેસના ફોટો વાઇરલ થઇ રહ્યા છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
