તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
કાવ્યા મારનની ફ્રેન્ચાઇઝી ટીમનો ચોંકાવનારો નિર્ણય : સનરાઇઝર્સ ટીમમાંથી 7 મોટા ખેલાડીઓને બહાર કર્યા
સનરાઇઝર્સે 4 નવા ખેલાડીઓને પણ સાઇન કર્યા: ટીમના કેપ્ટન એડન માર્કરામ, ટ્રિસ્ટિયન સ્ટબ્સ, માર્કો જોન્સન અને ઓટોનિયલ બાર્ટમેનને જાળવી રાખ્યા

મુંબઈ :કાવ્યા મારનની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સે ટીમમાંથી 7 ખેલાડીઓને બહાર કર્યા છે. તેમાં ટેમ્બા બાવુમા અને ડેવિડ મલાન જેવા મોટા નામ સામેલ છે. સનરાઇઝર્સે 4 નવા ખેલાડીઓને પણ સાઇન કર્યા છે.
કાવ્યા મારનની ફ્રેન્ચાઈઝીએ ગયા વર્ષે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આમ છતાં તેણે ટીમમાંથી 7 ખેલાડીઓને હટાવીને બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં, કાવ્યા મારનની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ IPL અને SA20 લીગમાં ભાગ લે છે. આઈપીએલ 2024માં, સનરાઈઝર્સ હૈદરાબાદ નામથી રમતી ટીમ પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં પહોંચી હતી. SA20 ની બીજી સીઝન એટલે કે 2204 માં, તેની ટીમ સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે ટ્રોફી જીતી. હવે આ લીગની આગામી સિઝન માટે, ફ્રેન્ચાઇઝીએ ટેમ્બા બાવુમા સહિત 7 ખેલાડીઓને બહાર કર્યા છે.
સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપે નવી સીઝન માટે જાળવી રાખેલા અને નવા કરારબદ્ધ ખેલાડીઓની સંપૂર્ણ યાદી શેર કરી છે. સનરાઇઝર્સે 2024માં પોતાની ટીમમાં 19 ખેલાડીઓને સાઇન કર્યા હતા. તેઓએ 12 ખેલાડીઓને જાળવી રાખ્યા છે અને 7ને છોડ્યા છે.
ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરી છે કે ડેવિડ મલાન, ટેમ્બા બાવુમા, ડેનિયલ વોરલ, એડમ રોસિંગ્ટન, અયાબુલા ગકામાને, સરેલ એર્વી અને બ્રેડન કાર્સ હવે આ ટીમનો ભાગ રહેશે નહીં. જોકે, સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે તેના મોટાભાગના ખેલાડીઓને જાળવી રાખ્યા છે. તેમાં 4 એવા ખેલાડી છે, જે T20 વર્લ્ડ કપ 2024માં દક્ષિણ આફ્રિકાની ટીમનો મહત્વનો ભાગ હતા. જેમને જાળવી રાખવામાં આવ્યા છે તેમાં ટીમના કેપ્ટન એડન માર્કરામ, ટ્રિસ્ટિયન સ્ટબ્સ, માર્કો જોન્સન અને ઓટોનિયલ બાર્ટમેનના નામ સામેલ છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
