News of Wednesday, 31st July 2024
બ્રોન્ઝથી ખુશ નથી, ર૦ર૮ના ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ જીતી બતાવીસઃ સરબજોત

નવી દિલ્હી તા. ૩૧: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે બ્રોન્ઝ મેડલ જીતનાર સરબજોત સિંહ સાથે ફોન પર વાત કરીને તેને અભિનંદન આપ્યાં અને મનુ ભાકર સાથેના તેના ટીમવર્કની પ્રશંસા કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે ''ખૂબ અભિનંદન. તમે દેશને સન્માન અપાવ્યું છે. તમારી મહેનત રંગ લાવી છે, મારા તરફથી મનુને પણ ખુબ ખુબ અભિનંદન. તમે વ્યકિતગત ઇવેન્ટ નાના અંતરથી ચૂકી ગયા છો, પરંતુ તમે એને મિસ્ડ ડબલ્સમાં કરી બતાવ્યું.'
જયારે મોદીએ સરબજોતને મનુ અને તેના ટીમવર્ક વિશે પૂછયું ત્યારે આ શૂટરે કહ્યું કે ''અમે લગભગ ર૦૧૯ થી સાથે રમી રહ્યાં છીએ. અમે લગભગ દરેક વખતે નેશનલ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યાં છીએ. અમે જુનિયર વર્લ્ડ કપ અને અન્ય વર્લ્ડ કપમાં પણ સાથે મળીને મોટા ભાગના ગોલ્ડ જીત્યાં છીએ. અમારો અનુભવ ઘણો સારો હતો. આગલી વખતે હું વધુ સારૃં કરીશ અને ર૦ર૮ના ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ જીતી બતાવીશ.'
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
