તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
વનડે શ્રેણી માટે શ્રીલંકાની ટીમની જાહેરાતઃ ચારિથ અસલંકાને કેપ્ટન બનાવાયો
શ્રીલંકાએ કુસલ મેન્ડિસને વન-ડેની કેપ્ટનશીપથી હટાવી દીધો, ટીમમાં સમાવેશ

મુંબઇ તા. ૩૧: શ્રીલંકાએ વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. શ્રીલંકાએ કેપ્ટનશિપમાં મોટો ફેરફાર કર્યો છે. ચારિથ અસલંકા વન-ડે શ્રેણીમાં પણ શ્રીલંકાની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. શ્રીલંકાએ કુસલ મેન્ડિસને વન-ડે કેપ્ટનશીપથી હટાવી દીધી છે. .
કુસલ મેન્ડિસને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં દાસુન શનાકાના સ્થાને ટીમનું સુકાન સંભાળ્યું હતું. હવે શ્રીલંકાના પસંદગીકારોએ ચરિથ અસલંકાને સફેદ બોલ ક્રિકેટની જવાબદારી સોંપી છે. ૨૪ વર્ષના બેટ્સમેન નિશાન મદુષ્કાને પણ શ્રીલંકાની વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, સાદિરા સમરવિક્રમા, કામિન્દુ મેન્ડિસ, ઝેનિથ લિયેંગે, નિશાન મદુષ્કા, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલેઝ, ચમિકા કરુણારત્ને, મહેશ થેક્ષાના, અકિલા આસાન્કા, અકિલા અસાન્કા, મહેશ અસાલાન્કા, પટ્ટાણી, પતંગો.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
