<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

‘નમસ્‍કાર પેરિસ' ગોલ્‍ડન બોય નિરજ ચોપડા પહોંચ્‍યો ઓલિમ્‍પિક વિલેજમાં

૬ ઓગસ્‍ટથી જેવલીન થ્રોના કવોલિફીકેશન રાઉન્‍ડ, ૮ ઓગસ્‍ટના ફાઇનલ

નવી દિલ્‍હીઃ  ટોક્‍યો ઓલિમ્‍પિક્‍સમાં ગોલ્‍ડ મેડલ જીતનાર ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપડા વિદેશમાં ટ્રેઇનિંગ લઇને કોચ અને સાથી ખેલાડી સાથે પેરિસના ઓલિમ્‍પિક વિલેજમાં પહોંચ્‍યો હતો. તેણે સોશ્‍યલ મીડિયા પર ‘નમસ્‍કાર પેરિસ' કેપ્‍શન સાથે ફોટો શેર કર્યા હતા. તેણે વોલ ઓફ પોઝિટિવિટી પર ભારતીય ખેલાડીઓ માટે સ્‍પેશ્‍યલ મેસેજ લખ્‍યો હતો કે પફોર્મ કરવાનો સમય આવી ગયો છે. ૬ ઓગસ્‍ટથી જેવલિન થ્રોના કવોલિફિકેશન રાઉન્‍ડ શરૂ થશે. જ્‍યારે ફાઇનલ મેચ ૮ ઓગસ્‍ટે રમાશે.

(2:30 PM IST)