તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
મુંબઇની ૧૬ વર્ષીય દિવ્યાંગ જીયાએ ઇંગ્લીશ ચેનલ પાર કરીઃ સૌથી નાની અને ઝડપી પેરા સ્વીમર બની

મુંબઇ તા. ૩૧: મુંબઇની ૧૬ વર્ષની દિવ્યાંગ જીયા રાયે ઇંગ્લીશ ચેનલ પાર કરી વિશ્વની સૌથી નાની અને ઝડપી પેરા સ્વીમર બની છે. જીયાએ ઇંગ્લેડના એબોટ્સ કલીફથી ફાન્સના પોઇટ ડેલા કોર્ટે-ડયુન સુધીનું ૩૪ કિ.મી.નું અંતર ૧૭ કલાક અને રપ મીનીટમાં પાર કર્યું છે.
ઓટીજેમ સ્પેકટ્રમ ડિસઓર્ડરથી પીડીત જીયા આંતરરાષ્ટ્રીય ઓપન વોટર પેરા સ્વીમર છે. તેણી નૌસેના જવાન મદન રાયની પુત્રી છે. આ પ્રકારના બાળકોને બીજા સાથે વાતચીત, ભણવામાં અને હરવા-મળવામાં મુશ્કેલી આવે છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
