<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

ટીમ ઇન્‍ડીયાએ હારેલી બાજી જીતમાં ફેરવીઃ કલીનસ્‍વીપ

સિરીઝ ૩-૦ થી કબ્‍જેઃ ભારતે સાતમાંથી છઠ્ઠી વખત શ્રીલંકા સામે ટી-ર૦ સિરીઝ જીતી સુપર ઓવરમાં વોશીંગ્‍ટન સુંદરે ત્રણ બોલમાં બે વિકેટ લીધી, સુર્યાએ ફટકાર્યો વિજયી ચોગ્‍ગો : સૂર્યકુમાર મેન ઓફ ધી સીરીઝ અને સુંદર મેન ઓફ ધ મેચઃ હવે ર ઓગષ્‍ટથી ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાશે

નવી દિલ્‍હી : ભારત અને શ્રીલંકા વચ્‍ચે રમાયેલી ત્રણ ટી-૨૦ મેચની સિરીઝમાં ભારતે શ્રીલંકાને ત્રણેય મેચમાં હરાવીને શ્રીલંકાની ક્‍લિન સ્‍વિપ કરી છે, છેલ્લી મેચની સુપર ઓવરમાં શ્રીલંકાએ ભારતને જીત માટે ૩ રનનો ટાર્ગેટ આપ્‍યો હતો, જેને ભારતીય ટીમે પહેજ બોલે ચોક્કો મારીને પુરો કર્યો હતો.

પલ્લેકેલ ઇન્‍ટરનેશનલ ક્રિકેટ સ્‍ટેડિયમમાં રમાયેલ આ મેચમાં ઘણી રોમાંચક રીતે  ટાઇ થઇ હતી. જેમાં સુપર ઓવરમાં ભારતીય ટીમે  બાજી મારી લીધી હતી. ભારતીય ટીમ સીરીઝમાં શ્રીલંકાને ૩-૦ થી ક્‍લીન સ્‍વીપ કર્યું હતું. છેલ્લી મેચમાં ટોસ હારીને પહેલા બેટીંગ કરીને ભારતીય ટીમે ૧૩૭ રન નો ટાર્ગેટ સેટ કર્યો હતો. જે શ્રીલંકાની ટીમે ૮ વિકેટના અંતે ૧૩૭ રન કર્યા હતા. મુકાબલો ટાઇ થયો હતો. સુપર ઓવરમાં ભારતને ૩ રનનો ટાર્ગેટ મળ્‍યો હતો.

વોશીંગ્‍ટન સુંદરની સુપર ઓવર આ મુજબ છે. પહેલી બોલ - વાઇડ ,બીજી બોલ - કુસલ મેંડિસ ૧ રન લીધો, ત્રીજી બોલ - કુસલ પરેરા કેચ આઉટ, ચોથી બોલ - કુસલ મેંડિસ કેચ આઉટ,

એકંદરે, બંને ટીમો વચ્‍ચે અત્‍યાર સુધીમાં ૩ મેચોની કુલ ૭ દ્વિપક્ષીય ટી-૨૦ શ્રેણી રમાઈ છે.  ભારતે ૬ વખત જીત મેળવી છે. જ્‍યારે શ્રીલંકા એક વખત જીત્‍યું છે.

હવે તા. ર ઓગષ્‍ટથી વન-ડે સિરીઝ શરૂ થશે.

(12:07 PM IST)