<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

પેરિસ ઓલિમ્‍પિક્‍સ માટે એથ્‍લેટિક્‍સ પાછળ ભારત સરકારે કર્યો ૯૬.૦૮ કરોડનો ખર્ચ

છેલ્લા ત્રણ વર્ષમાં એકલા નીરજ ચોપડાની ટ્રેઇનિંગ પાછળ ખર્ચ્‍યા ૫.૭૨ કરોડ રૂપિયા

નવી દિલ્‍હી,તા.૧૭: પેરિસ ઓલિમ્‍પિક્‍સમાં ભારતીય ખેલાડીઓ ઐતિહાસિક પ્રદર્શન કરીને દુનિયામાં ભારતનો ફરી એક વાર ડંકો વગાડે એ માટે ભારત સરકારે તેમની ટ્રેઇનિંગ માટે કરોડો રૂપિયાનું ફન્‍ડિંગ આપ્‍યું છે.

એક અહેવાલ અનુસાર સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયાએ છેલ્લાં ત્રણ વર્ષમાં એથ્‍લેટિક્‍સ પર સૌથી વધુ ૯૬.૦૮ કરોડ રૂપિયા ખર્ચ્‍યા છે. આ ખર્ચ ભારત અને વિદેશમાં ખેલાડીઓની ટ્રેઇનિંગથી માંડીને કોચની નિમણૂક અને સાધનો પૂરાં પાડવા સુધીની દરેક બાબત પર કરવામાં આવ્‍યો છે. સરકારે એકલા ગોલ્‍ડ મેડલિસ્‍ટ નીરજ ચોપડા પર ૫.૭૨ કરોડ ખર્ચ્‍યા છે.ᅠમાત્ર એથ્‍લેટિક્‍સ જ નહીં, અન્‍ય રમતોને પણ સરકાર તરફથી સારો સપોર્ટ મળ્‍યો છે. બેડ્‍મિન્‍ટન માટે ૭૨.૦૨ કરોડ , બોક્‍સિંગ માટે ૬૦.૯૩ કરોડ, શૂટિંગ માટે ૬૦.૪૨ કરોડ, હોકી ટીમ પર ૪૧.૨૯ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ ઉપરાંત ટેબલ ટેનિસ, જુડો, ગોલ્‍ફ, સેલિંગ, ટેનિસ, સ્‍વિમિંગ જેવી રમતોના ખેલાડીઓને પણ સરકાર તરફથી કરોડો રૂપિયાની મદદ મળી છે.

૭૨ ભારતીય ખેલાડીઓ પેરિસમાં કરશે ઓલિમ્‍પિક ડેબ્‍યુ

અહેવાલો અનુસાર પેરિસ ઓલિમ્‍પિક્‍સમાં આ વખતે ૧૧૮ ખેલાડીઓની ભારતીય ટીમ ભાગ લઈ રહી છે જેમાં ૭૨ ખેલાડીઓ ઓલિમ્‍પિક ડેબ્‍યુ કરશે. ભારતીય ટીમમાં ૭૦ પુરુષ અને ૪૮ મહિલા ખેલાડીઓ સામેલ થશે. સૌથી વધુ એથ્‍લેટિક્‍સમાં ૩૦ ખેલાડીઓ હશે. આ વખતે ભારત ૧૬ રમતમાં ભાગ લેશે.

(3:47 PM IST)