તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી વચ્ચે ડખો વકર્યો : વીડિયોમાં શાહીન આફ્રિદી કેપ્ટન બાબર આઝમને ધક્કો મારતો દેખાયો:જુઓ વિડિઓ
ટીમને ગ્રૂપમાં વહેંચવામાં આવી છે, જેમાં કેટલાક ખેલાડીઓ બાબરના ગ્રૂપમાં છે તો કેટલાક શાહીનના ગ્રૂપમાં છે આ દરમિયાન જે વિડીયો સામે આવ્યો છે તેણે બધાને ચોંકાવી દીધા

What Gary said in his report … we knew this since this …..
— Mariya Rajput (@mariya_raj10) July 10, 2024
pic.twitter.com/xmxfQ60LBp
નવી દિલ્હી તા.૧૨
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે. 2024 T20 વર્લ્ડ કપ દરમિયાન, બાબર અને શાહીન વચ્ચે બધુ બરાબર ન હોવાના અહેવાલો વધુ તીવ્ર બન્યા હતા. તમામ રિપોર્ટ્સમાં એ વાત પણ સામે આવી છે કે ટીમને ગ્રૂપમાં વહેંચવામાં આવી છે, જેમાં કેટલાક ખેલાડીઓ બાબરના ગ્રૂપમાં છે તો કેટલાક શાહીનના ગ્રૂપમાં છે. આ દરમિયાન જે વિડીયો સામે આવ્યો છે તેણે બધાને ચોંકાવી દીધા છે. વીડિયોમાં શાહીન આફ્રિદી કેપ્ટન બાબર આઝમને ધક્કો મારતો જોવા મળી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બાબર આઝમ ફાસ્ટ બોલર તરફ જઈ રહ્યો છે, પરંતુ શાહીન તેને ધક્કો મારીને દૂર લઈ જાય છે અને ટીમના બાકીના ખેલાડીઓ સાથે ઉજવણી કરે છે. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો 2024 T20 વર્લ્ડ કપનો છે કે અન્ય કોઈ મેચનો.
શાહીન આફ્રિદી પર કોચ સાથે ગેરવર્તન કરવાનો આરોપ છે
તમને જણાવી દઈએ કે તાજેતરના મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે શાહીને ટીમના કોચ ગેરી કર્સ્ટન અને બાકીના સપોર્ટ સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યું હતું. જો કે, આરોપો હોવા છતાં ટીમ મેનેજમેન્ટ દ્વારા શાહીન સામે શા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.
જિયો ન્યૂઝ સાથે વાત કરતી વખતે એક સૂત્રએ કહ્યું હતું કે, "શાહીને તાજેતરના પ્રવાસ દરમિયાન કોચ અને મેનેજમેન્ટ સાથે ખરાબ વર્તન કર્યું હતું પરંતુ ટીમ મેનેજમેન્ટ દ્વારા ફાસ્ટ બોલરના ખરાબ વર્તન પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી." વધુમાં કહેવામાં આવ્યું હતું કે, “ટીમમાં અનુશાસન જાળવવાની જવાબદારી મેનેજરની હતી, તેથી શાહીદના ગેરવર્તણૂક બાદ પણ તેની સામે કાર્યવાહી કેમ ન થઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
