તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
શેફાલી વર્મા પ્લેયર ઓફ ધ મેચ, ૧૦ વિકેટ લેનાર સ્નેહ રાણા ઝુલન ગોસ્વામી બાદ બીજી ભારતીય બોલર
આફ્રિકા સામેનો એકમાત્ર ટેસ્ટ ભારતે શાનદાર રીતે જીતી લીધો

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટમેચ ભારતીય મહિલાઓએ ગઇ કાલે ૧૦ વિકેટથી જીતી લીધી હતી. ચેન્નઇના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચોથા દિવસે ભારતીય મહિલાઓએ જીતવા માટે જોઇતા ૩૭ રન વિના વિકેટ બનાવી લીધા હતા.
ભારતે પહેલી ઇનિંગ્સમાં ૬ વિકેટે ૬૦૩ રન કરીને દાવ ડિકલેર કર્યો એ પછી સાઉથ આફ્રિકન મહિલાઓ માત્ર ૨૬૬ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી જેને પગલે ભારતે એને ફોલોઓન આપ્યું હતું. સાઉથ આફ્રિકન મહિલાઓએ બીજી ઇનિંગ્સમાં ફાઇટ આપી હતી અને ત્રીજા દિવસની રમતના અંતે બે વિકેટે ૨૩૨ રન બનાવ્યા હતા. જોકે ચોથા દિવસે બેટરો લાંબું નહોતી ટકી શકી અને ૩૭૩ રનમાં સમેટાઇ ગઇ હતી. પરિણામે ભારતીય મહિલાઓને માત્ર ૩૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો. શફાલી વર્માએ પહેલી ઇનિંગ્સમાં ૨૦૫ અને બીજીમાં અણનમ ૨૪ રન બનાવતા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થઇ હતી.
રાઇટ-આર્મ ઓફ બ્રેક બોલર સ્નેહ રાણાએ પહેલી ઇનિંગ્સમાં ૮ અને બીજીમાં બે મળીને મેચમાં કુલ ૧૦ વિકેટ લીધી હતી. આમ કરીને તે એક ટેસ્ટમાં ૧૦ વિકેટ લેનારી ઝુલન ગોસ્વામી પછીની બીજી ભારતીય બોલર બની હતી.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
