<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

યુવા ટીમ ઇન્‍ડિયા ઝિમ્‍બાબ્‍વે રવાના, પાંચ ટી-ર૦ મેચોની સિરીઝ રમશે

નવી દિલ્‍હીઃ કેપ્‍ટન શુભમન ગિલની આગેવાનીમાં યુવા ભારતીય ટીમ ઝિમ્‍બાબ્‍વે જવા માટે રવાના થઇ છે. જયાં ૬ જુલાઇથી પાંચ મેચોની ટી-ર૦ સિરીઝ રમાશે. રાહુલ દ્રવિડે હેડ કોચ તરીકે વિદાય લીધી છે ત્‍યારે જયાં સુધી નવા હેડ કોચની નિમણુંક ન થાય ત્‍યાં સુધી આ પદના જવાબદારી વીવીએસ લક્ષ્મણ સંભાળશે. યુવા ભારતીય ટીમ આ મુજબ છે. ગિલ (કેપ્‍ટન), યશસ્‍વી, ગાયકવાડ, અભિષેક શર્મા, રિન્‍કુસિંહ, સંજે સેમસન, ધ્રુવ જુરેલ, નિતિશ રેડી, રિયાન પરાગ, વોશીંગ્‍ટન સુંદર, રવિ બિશ્‍નોઇ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશકુમાર, તુષાર દેશપાંડે.

(11:22 AM IST)