તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
ક્રિકેટપ્રેમીઓને મફતમાં ટી-20 વર્લ્ક્ડકપ બતાવીને પણ Disney+ Hotstarએ પ્રતિ સેકન્ડ કરી હતી તગડી કમાણી
ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને જીત મેળવી:વિજેતા બન્યા બાદ ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ થયો

મુંબઈ :ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં શાનદાર જીત હાંસલ કરીને ટીમ ઈન્ડિયા વિજેતા બની ગઈ છે. ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને જીત મેળવી હતી. વિજેતા બન્યા બાદ ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ થયો હતો. ઉપવિજેતા રહી ચુકેલી દક્ષિણ આફ્રિકાને પણ મોટી કિંમતના પૈસા મળ્યા છે. આ બધાની વચ્ચે ડિઝની + હોટસ્ટારે કરોડો લોકોને મેચનું લાઈવ ટેલિકાસ્ટ બતાવીને ઘણી કમાણી કરી હતી
T20 વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ જીતવા બદલ, વિજેતા ટીમ ઈન્ડિયાને ICC તરફથી 2.45 મિલિયન ડોલર એટલે કે લગભગ 20.42 કરોડ રૂપિયા ઈનામ તરીકે મળ્યા છે. જ્યારે રનર અપ સાઉથ આફ્રિકાને 1.28 મિલિયન ડોલર એટલે કે લગભગ 10.67 કરોડ રૂપિયા મળ્યા છે. મેચની બાકીની ટીમોને પણ ICC દ્વારા પ્રાઇસ મની આપવામાં આવી છે.
T20 વર્લ્ડ કપ માટે, ICC એ 11.25 મિલિયન ડૉલરની ઈનામી રકમ રાખી હતી, જે લગભગ 93.5 કરોડ રૂપિયા હતી, જે વિવિધ ટીમોમાં વહેંચવામાં આવી હતી. સુપર-8 તબક્કામાં સામેલ ટોચની 4 ટીમો, યુએસએ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશને 3.17 કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે સેમિફાઈનલમાં પહોંચેલી અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને 6.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળીહતી
Disney+Hotstar એ ICC મેન્સ T20 વર્લ્ડ કપનું પ્રસારણ કરીને મોટી કમાણી કરી. આખી દુનિયાએ ટીવી પર વર્લ્ડ કપની મેચ જોઈ. ડિઝની + હોટસ્ટાર જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર 5 કરોડથી વધુ દર્શકોએ રિયલ ટાઈમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોઈ. વર્લ્ડ કપ મેચ દરમિયાન ડિઝની સ્ટારે દર સેકન્ડે કેટલી કમાણી કરી તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
Disney+Hotstar એ ટીવી પર મેચ બતાવીને જંગી કમાણી કરી. ડિઝની પાસે ICC મેચોના ટીવી અધિકારો છે. કંપનીએ ફાઈનલ મેચ માટે પ્રસારિત થતી જાહેરાતની દરેક 10 સેકન્ડ માટે 25 થી 30 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા. કંપનીએ દરેક બીજી જાહેરાતથી લગભગ 2.5 થી 3 લાખ રૂપિયાની કમાણી કરી હતી. બજારના જાણકારોના મતે ડિઝની પ્લસ હોટસ્ટાર ફાઈનલ મેચના દિવસે જ જાહેરાતોથી 1000 કરોડ રૂપિયા કમાઈ શકે છે. અંતિમ આંકડા આવવાના બાકી છે
મેચ માટે જાહેરાત દર ભારત કરતા વધારે છે. જ્યારે અન્ય દેશોની મેચો માટે જાહેરાત દરો 6.5 થી 7 લાખ પ્રતિ 10 સેકન્ડે ચાલી રહ્યા હતા, જ્યારે ભારતની નોકઆઉટ મેચો માટે જાહેરાત દર 13 થી 26 લાખ પ્રતિ 10 સેકન્ડના હતા. કંપનીએ મેચ માટે સબસ્ક્રિપ્શનને બદલે જાહેરાતોમાંથી જંગી કમાણી કરી હતી. કંપનીને સબસ્ક્રિપ્શનથી પણ ફાયદો થયો. ICC T20 વર્લ્ડ કપ મેચને કારણે, લોકોએ Disney+ Hotstar ડાઉનલોડ કરવાનું શરૂ કર્યું. આ રીતે કંપનીએ તમને ફ્રીમાં મેચ બતાવીને મોટી કમાણી કરી.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
