News of Saturday, 29th June 2024
કોઇ માટે કંઇક કરવું જોઇએ એમાં હું માનતો નથી, વર્લ્ડકપ ટીમ માટે જીતવો જોઇએ
હેડ કોચના પદ પર આજે રાહુલ દ્રવિડનો છેલ્લો દિવસ

નવી દિલ્હી,તા. ૨૯: જયારે ભારતીય ટીમᅠટી-૨૦ ની ફાઇનલ મેચ માટે આજે બાર્બેડોઝમાં મેદાનમાં ઊતરશે ત્યારે આ ટીમ સાથે રાહુલ દ્રવિડની છેલ્લી મેચ હશે. તે ૨૦૨૧થી ભારતીય ટીમના હેડ કોચ છે. વન-ડે વર્લ્ડ કપથી આ ટી૨૦ વર્લ્ડ કપ સુધી તેનો કોન્ટ્રેક્ટ લંબાવવામાં આવ્યો હતો. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઇનલ પહેલાં ભારતીય બ્રોડકાસ્ટર્સે સોશ્યલ મીડિયા પર ‘ડૂ ફોર દ્રવિડ'અભિયાન શરૂ કર્યું છે, જેને ક્રિકેટજગત અને ચાહકો તરફથી સમર્થન મળી રહ્યું છે.
રાહુલ દ્રવિડે પોતાના વિચારો સ્પષ્ટ કરતાં સ્ટાર-સ્પોર્ટ્સના એક વિડિયોમાં કહ્યું હતું કે હું માત્ર સારું ક્રિકેટ જોવા માગું છું. હું આ વિચારની વિરુદ્ધ છું કે ટીમે કોઈ ચોક્કસ વ્યક્તિ માટે કંઈક કરવું જોઈએ. હું ‘કોઈ માટે કંઈક કરો'માં માનતો નથી. આ વર્લ્ડ કપ ટીમ માટે જીતવો જોઈએ.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
