તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને આપ્યો 172 રનનો ટાર્ગેટ: રોહિત-સૂર્યાકુમારની વિસ્ફોટક બેટિંગ
રોહિત શર્મા 39 બોલમાં 57 રન ફટકાર્યા :6 ચોગ્ગા અને બે છગ્ગા માર્યા: સુર્યકુમારે 36 બોલમાં 47 રન બનાવ્યા

T20 વર્લ્ડ કપ 2024માં આજે બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ગુયાનાના જ્યોર્જટાઉન શહેરના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પરંતુ અહીં જ્યોર્જટાઉનમાં વરસાદ મેચમાં વિલન બન્યો છે
ભારતી ટીમે પ્રથમ બેટિંગ કરીને 171 રન બનાવ્યા છે. જ્યારે ઈગ્લેન્ડની ટીમને જીત માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો છે
શિવમ દૂબે પણ 0 રન પર આઉટ થઈ મેદાનમાંથી પરત ફર્યો છે. આમ ભારતને 6 વિકેટના નુકસાન પર 146 રન બનાવ્યા છે
હાર્દિક પડ્યા 23 રન બનાવી આઉટ થયો છે. આમ ભારતે 156 રન પર 5 વિકેટો ગુમાવી છે.
રોહિત શર્મા બાદ સૂર્યાકુમાર પણ આઉટ થઈ ગયો છે. જેણે 36 બોલમાં 47 રન બનાવ્યા છે
ભારતીય ટીમને 14મી ઓવરમાં 113ના સ્કોર થોય છે સાથે ત્રીજો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 39 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો હતો. જેણે 6 ચોગ્ગા અને બે છગ્ગા માર્યા હતા. વરસાદી વિઘ્ન બાદ મેચ શરૂ થઈ છે, ભારતી ટીમનો કેપ્ટન રાહિત શર્મા અને સૂર્યા કુમારની જોડી કિર્ઝ પર પહોંચી છે
વરસાદના કારણે મેચ બંધ થઈ. 8 ઓવર રમાઈ છે જેમાં ભારતનો સ્કોર બે વિકેટે 65 રન છે. રોહિત શર્મા 26 બોલમાં 6 ફોરની મદદથી 37 રન બનાવ્યા છે. જ્યારે સૂર્યકુમાર યાદવ સાત બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગા સાથે 13 રન બનાવ્યા છે
પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવી છે, સાથે જ કેપ્ટન રોહિત શર્માની આક્રમક બેટિંગ પણ જોવા મળી રહી છે. રોહિતે સાતમી ઓવરમાં આદિલ રાશિદની ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. હિટમેને 23 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 35 રન બનાવ્યા છે.
ભારતની ટીમને બીજો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી બાદ રિષભ પંત પણ આઉટ થયો છે. 6 બોલમાં 4 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 5.3 ઓવરમાં 41 રન બનાવ્યા છે. જ્યારે 2 વિકેટનો નુકસાન છે
ભારતની પહેલી વિકેટ પડી ગઈ છે. વિરાટ કોહલીએ 9 બોલમાં 9 રન બનાવી આઉટ થયો છે. T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં કોહલીએ પહેલીવાર 50થી ઓછા રન બનાવી આઉટ થયો છે. 2 ઓવરમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 11 રન થયો છે. રોહિત શર્મા સાત બોલમાં 9 રન પર છે. જ્યારે વિરાટ કોહલી પાંચ બોલમાં એક રન બનાવ્યો છે
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
