તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
મંધાના ડી. આફ્રિકા સામે બેક ટુ બેક સદી ફટકારીને બનાવ્યો એક ખાસ રેકોર્ડ

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની બીજી વનડેમાં સતત બીજી સદી ફટકારી છે. શ્રેણીની પ્રથમ મેચમાં 117 રનની સદી ફટકારીને મંધાનાએ પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું હતું.
મંધાના મેચની શરૂઆતમાં ખૂબ જ સાવધ રહી હતી. પ્રથમ પાવરપ્લે દરમિયાન દક્ષિણ આફ્રિકાના બોલરોએ તેમને શાંત રાખ્યા હતા. ભારતે ઓપનર શફાલી વર્માને વહેલી ગુમાવી દીધી, મંધાનાએ ઇનિંગની જવાબદારી સંભાળી લીધી. તેણે ધીમી ગતિએ પોતાનો દાવ આગળ ધપાવ્યો. એક સમય એવો હતો જ્યારે તેણે 40 બોલમાં માત્ર 19 રન બનાવ્યા હતા. પરંતુ અહીંયા પછી તેણે પોતાની સ્ટાઈલ બદલી અને વિરોધી બોલરો પર પ્રભુત્વ જમાવ્યું. જો કે આ દરમિયાન ટીમે વિકેટ પણ ગુમાવી હતી.પરંતુ એક છેડેથી બેટિંગ કરી રહેલી મંધાનાએ 103 બોલમાં પોતાની ઇનિંગ્સને સદીમાં ફેરવી દીધી હતી. મંધાનાની ઇનિંગમાં 18 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. તે 120 બોલમાં 136 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.આ દરમિયાન કેપ્ટન હરમનપ્રીત કૌરે (103) પણ શાનદાર ઇનિંગ રમી અને મંધાના સાથે 171 રનની ભાગીદારી કરી.મંધાનાને સપોર્ટ કરતા હરમનપ્રીત કૌરે 87 બોલમાં સદી ફટકારી હતી. બંને વચ્ચેની ભાગીદારીએ ગતિ જાળવી રાખવામાં અને દક્ષિણ આફ્રિકાના બોલરો પર દબાણ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
