તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
સોલ્ટ અને બેયરસ્ટોની તોફાની ઇનિંગ : ઇંગ્લેન્ડે સુપર-8માં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું

નવી દિલ્હી: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ 2024ની બીજી સુપર-8 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું. સેન્ટ લુસિયાના ડેરેન સેમી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડની આ જીતમાં ફિલ સોલ્ટ અને જોની બેયરસ્ટોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટૂર્નામેન્ટના સહ-યજમાન વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા.જવાબમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 15 બોલ બાકી રહેતા 8 વિકેટે હરાવ્યું હતું. જોસ બટલરે (25 રન) ટીમને સારી શરૂઆત અપાવી હતી. આ પછી મોઈન અલી 13 રન બનાવીને જલ્દી પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ ફિલ સોલ્ટે ટીમના દાવને સંભાળતા સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 47 બોલમાં 5 સિક્સ અને 7 ફોર ફટકારીને અણનમ 87 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.આ સમયગાળા દરમિયાન જોની બેયરસ્ટોએ તેને પૂરો સાથ આપ્યો. બેયરસ્ટો (48 અણનમ) તેની અડધી સદી પૂરી કરી શક્યો ન હતો પરંતુ તેની ઝડપી ઈનિંગ્સે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને બેક ફૂટ પર લાવી દીધું હતું. ફિલ સોલ્ટ અને બેયરસ્ટો વચ્ચેની અણનમ 97 રનની ભાગીદારી આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
