<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

રાત્રે ૮ વાગ્‍યાથી બાર્બાડોઝમાં સુપર-૮નો પ્રારંભ કરશે રોહિત સેના

ઓપનિંગમાં ફેરફાર થશે? યુઝી ચહલ કે કુલદીપ યાદવને ચાન્‍સ મળશે

નવી દિલ્‍હી,તા.૦: ભારતીય સમય અનુસાર આજે રાતે ૮ વાગ્‍યાથી બાર્બેડોઝના સર વિવિયન રિચર્ડ્‍સ સ્‍ટેડિયમમાં અફઘાનિસ્‍તાન સામેᅠભારતીય ટીમᅠસુપર-એઇટ રાઉન્‍ડની શરૂઆત કરશે. તરખાટ મચાવવા તૈયાર અફઘાની બોલર્સ સામે ભારતીય ટીમની પ્‍લેઇંગ ઇલેવન અને વિરાટ કોહલીના પ્રદર્શન પર સૌની નજર રહેશે.

અમેરિકામાં પ્‍લેઇંગ ઇલેવનમાં એક પણ ફેરફાર વગર રમનાર ભારતીય ટીમ વેસ્‍ટ ઇન્‍ડીઝની પિચના આધારે પોતાની પ્‍લેઇંગ ઇલેવનમાં કુલદીપ યાદવ કે યુઝવેન્‍દ્ર ચહલને સામેલ કરી શકે છે. એવામાં શિવમ દુબે અને રવીન્‍દ્ર જાડેજા પર ટીમમાંથી બહાર થવાનો ખતરો રહેશે જે ગ્રુપ સ્‍ટેજમાં ખાસ પ્રદર્શન કરી શક્‍યા નથી. સુપર-એઇટ રાઉન્‍ડમાં ભારતીય બેટર્સે પહેલાં કરતાં વધારે સુપર એક્‍ટિવ થઈને રમવું પડશે.

ગ્રુપ સ્‍ટેજમાં ત્રણ મેચમાં માત્ર પાંચ રન બનાવનાર વિરાટ કોહલી પર આજે શાનદાર ઇનિંગ્‍સ રમવાનું દબાણ રહેશે. વિરાટ કોહલીએ ટી૨૦ ઇન્‍ટરનેશનલમાં ભારત તરફથી અફઘાનિસ્‍તાન સામે પાંચ મેચમાં સૌથી વધારે ૨૦૧ રન બનાવ્‍યા છે. તેણે અફઘાની બોલર્સ સામે ૧ સેન્‍ચુરી અને ૧ ફિફટી પણ ફટકારી છે. ભારતની ઓપનિંગ જોડીમાં ફેરફાર થશે કે નહીં એના પર સૌની નજર રહેશે.

(2:47 PM IST)