News of Thursday, 20th June 2024
૨૦૨૬માં ભારત-શ્રીલંકામાં રમાનાર ટી-૨૦ વર્લ્ડકપ માટે કુલ ૧૨ ટીમ કવોલીફાય

નવી દિલ્હી,તા. ૨૦: ૨૦૨૪ના ટી૨૦ વર્લ્ડ કપના રોમાંચ વચ્ચેᅠT૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ વિશે મહત્ત્વની અપડેટ સામે આવી છે. ભારત અને શ્રીલંકાની ટીમ યજમાન તરીકે ક્વોલિફાય થઈ છે. પાકિસ્તાન, ન્યુ ઝીલેન્ડ અને આયરલેન્ડની ટીમ ટી૨૦ રેન્કિંગના આધારે ક્વોલિફાય થઈ છે; જયારે અન્ય ૭ ટીમ સુપર-એઇટમાં પહોંચીને ક્વોલિફાય થઈ છે. આ વખતની જેમ ૨૦૨૬માં પણ ૨૦ ટીમ વર્લ્ડ કપ રમશે. બાકીની ૮ ટીમ પ્રાદેશિક ક્વોલિફાયર દ્વારા ટુર્નામેન્ટમાં એન્ટ્રી કરશે.
૨૦૨૬ના ટી૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયેલી ટીમઃ ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બંગલાદેશ, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, અમેરિકા, વેસ્ટ ઇન્ડીઝ, આયરલેન્ડ, ન્યુ ઝીલેન્ડ અને પાકિસ્તાન.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
