<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

વુમન્‍સ ક્રિકેટઃ બીજા વન-ડેમાં ભારત આફ્રિકાને ૪ રને હરાવ્‍યું: સ્‍મૃતિ મંધાના અને હરમન પ્રીત કૌરની સદી

આફ્રિકાના બે બેટરે પણ સદી ફટકારી, ભારત ૩૨૫/૩, આફ્રિકા ૩૨૧/૬: ૨-૦ની લીડ

નવી દિલ્‍હી,તા. ૨૦: સાઉથ આફ્રિકા વિમેન્‍સ ટીમ સામેની બીજી વન-ડે મેચમાં ૪ રને જીત મેળવીનેᅠભારતીય ટીમેᅠત્રણ મેચની સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમે કેપ્‍ટન હરમનપ્રીત કૌર (૧૦૩) અને વાઇસ કેપ્‍ટન સ્‍મૃતિ માન્‍ધના (૧૩૬)ની સેન્‍ચુરીની મદદથી ૩ વિકેટ ગુમાવીને ૩૨૫ રન બનાવ્‍યા હતા. પહેલી વખત ભારતીય ટીમે ભારતની ધરતી પર વન-ડેમાં ૩૦૦ પ્‍લસનો સ્‍કોર કર્યો હતો.

વિમેન્‍સ વન-ડેમાં બેક-ટુ-બેક સેન્‍ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય બનનાર સ્‍મૃતિ માન્‍ધનાએ ૭ વન-ડે સેન્‍ચુરીના મિતાલી રાજના રેકોર્ડની બરાબરી કરી હતી. બોલિંગમાં તેણે ૧૩ રન આપીને ઇન્‍ટરનેશનલ ક્રિકેટમાં પહેલી વખત વિકેટ લીધી હતી.

સાઉથ આફ્રિકા તરફથી કેપ્‍ટન લોરા વોલ્‍વાર્ટ (૧૩૫) અને મેરિઝાન કેપ્‍પ (૧૧૪)એ પણ સેન્‍ચુરી ફટકારી હતી જેને કારણે વિમેન્‍સ ક્રિકેટમાં પહેલી વાર વન-ડે મેચમાં ચાર બેટર દ્વારા સેન્‍ચુરીનો શાનદાર રેકોર્ડ બન્‍યો હતો. સાઉથ આફ્રિકાને અંતિમ ઓવરમાં જીત માટે ૧૧ રનની જરૂર હતી, પણ પૂજા વષાાકરે બે વિકેટ લઈને સાઉથ આફ્રિકાને ૩૨૧ના સ્‍કોર પર અટકાવી દીધું હતું.

૧૧૭.૦૪ના સ્‍ટ્રાઇક-રેટથી ૮૮ બોલમાં ૯ ચોગ્‍ગા અને ૩ સિક્‍સરની મદદથી ૧૦૩ રન ફટકારનાર ભારતીય કેપ્‍ટન હરમનપ્રીત કૌરને પ્‍લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

(1:39 PM IST)