તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Thursday, 20th June 2024
સુપર-૮: ઇંગ્લેન્ડે વિન્ડીઝને હરાવ્યુ

ટી-ર૦ વર્લ્ડ કપમાં સુપર-૮ મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ દાવ લેતા ચાર્લ્સ ૩૮, પૂરન ૩૬, પોવેલ ૩૬ અને રૂધર ફોર્ડના ર૮ રનની મદદથી ર૦ ઓવરમાં ૪ વિકેટે ૧૮૦ રન બનાવ્યા હતા. આર્ચર, રસીદ, અલી અને લીવીંગસ્ટોને ૧-૧ વિકેટ લીધી હતી. જવાબમાં સોલ્ટ ૮૭ રને નોટઆઉટ અને બેરસ્ટ્રોના શાનદાર ૪૮ રને નોટઆઉટ સાથે ૧૭.૩ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવી ઇંગ્લેન્ડે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. સોલ્ટે ૪૭ બોલમાં ૭ ચોગ્ગા અને ૬ છગ્ગા સાથે ૮૭ તો બેરસ્ટોએ ર૬ બોલમાં પ ચોગ્ગા અને ર છગ્ગા સાથે ૪૮ રને અણનમા રહ્યા હતાં.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
