<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

નીરજ ચોપરા ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં લેશે ભાગ

નવી દિલ્હી: ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન ભારતના નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ગોલ્ડ ટૂર 2024 – પાવો નુરમી ગેમ્સમાં ભાગ લેશે જે 18 જૂનના રોજ પરવો નુર્મી સ્ટેડિયમ, તુર્કુ, ફિનલેન્ડ ખાતે યોજાશે. ચોપરા તાજેતરમાં 28 મેના રોજ ચેક રિપબ્લિકમાં ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક મીટ ચૂકી ગયો હતો કારણ કે તે ઓલિમ્પિક વર્ષમાં ઇજાને વધુ વકરી ન જાય તે માટે નાની ઇજામાંથી સ્વસ્થ થઈ રહ્યો હતો.પાવો નુર્મી ગેમ્સમાં, નીરજને જર્મનીના મેક્સ ડેહનિંગના પડકારનો સામનો કરવો પડશે, જે 90 મીટર ક્લબના સૌથી યુવા સભ્ય છે અને સિઝનમાં અગ્રણી છે.નીરજ ચોપરા તુર્કુ પરત ફરશે જ્યાં તે 2022માં 89.30 મીટરના થ્રો સાથે રનર્સ-અપ હતો જ્યારે સ્થાનિક ખેલાડી ઓલિવર હેલેન્ડર તે એડિશનમાં વિજેતા હતો.

(7:39 PM IST)