<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

બાબરા ટી-૨૦ ક્રિકેટ રમવાને લાયક જ નથીઃ શ્રીકાંત

નવી દિલ્‍હી,તા. ૧૮: ટી૨૦ વર્લ્‍ડ કપમાં ખરાબ પ્રદર્શનને કારણે પાકિસ્‍તાની કેપ્‍ટન બાબર આઝમને ચારેય તરફથી ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.પૂર્વ ક્રિકેટર ક્રિષ્‍નમાચારી શ્રીકાંતે સ્‍ટાર સ્‍પોર્ટ્‍સના એક શોમાં તેમણે કહ્યું કે હવે ટુક-ટુક બેટિંગ નહીં ચાલે, બાબર સારો ટેસ્‍ટ-ક્રિકેટર બની શકે છે, પરંતુ તે ટી૨૦ ક્રિકેટ રમવા માટે સક્ષમ નથી. તેણે વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ ટી૨૦ ઇન્‍ટરનેશનલ ક્રિકેટમાં ૪૦૦૦થી વધુ રન બનાવ્‍યા છે, પરંતુ સ્‍ટ્રાઇક-રેટ ક્‍યાં છે?

(2:26 PM IST)