તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Monday, 17th June 2024
અફવા બજાર ઉપર પૂર્ણ વિરામ અગાઉથી જ નકકી હતું કે ગ્રુપ સ્ટેજ બાદ ગિલ અને આવેશ ખાનને પરત મોકલી દેવાશે

ન્યુયોર્ક તા. ૧૭: એક ક્રિકેટરે પોતાની કરીઅરમાં ઘણા ટ્રોલિંગ, આરોપ અને અફવાનો સામનો કરવો પડયોહ તો. ટીર૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના રિઝર્વ ખેલાડી શુભમન ગિલના સ્વદેશ પરત ફરવાના સમાચાર સાથે અફવાનું બજાર ગરમ થયું હતું. એવી ચર્ચા થવા લાગીહ તી કે તેના કેપ્ટન રોહિત શર્મા સાથેના સંબંધો બગડયા છે અને તે અમેરિકામાં પર્સનલ ઇવેન્ટસમાં ભાગ લેઢતો હોવાની શિસ્તભંગના કારણે તેને ભારત પરત મોકલવામાં આવી રહ્યો છે.
બેટિંગ કોચ વિક્રમ રાઠોડે રહ્યુ઼ં હતું કે પહેલેથી નકકી હતું કે ગ્રુપ સ્ટેજ બાદ રિઝર્વ ખેલાડી શુભમન ગિલ અને આવેશ ખાનને પરત મોકલવામાં આવશે. જયારે રિન્કુ સિંહ અને ખલીલ અહમદને સાથે રાખવામાં આવશે. અફવા વચ્ચે શુભમન ગિલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેપ્ટન રોહિત શર્મા સાથેનો ફોટો શેર કરીને ‘માસ્ટરસ્ટ્રોક' રમ્યો હતો. તેણે સાથે લખ્યું હતું કે સમાયરા કરોહિત શર્માની દીકરી) અને મેં શિસ્તની કળા રોહિત શર્મા પાસેથી શીખી છે. આ સાથે જ તેણે સંબંધો બગડયા હોવાની અફવા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
