તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
ભારત સહિત 6 ટીમો સુપર 8 માટે ક્વોલિફાય : 10 ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર : હવે કઇ ટીમ થઇ શકે ક્વોલિફાય ?
ગ્રુપ Aમાંથી પાકિસ્તાન, કેનેડા અને આયર્લેન્ડની ટીમ-- નામિબિયા અને ઓમાન ગ્રુપ બીમાંથી બહાર

મુંબઈ : T20 વર્લ્ડ કપ 2024 એક મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગયો છે. હવે ગ્રુપ મેચ પૂરી થવા જઈ રહી છે અને સુપર 8ની મેચ શરૂ થવાની છે. ટીમ ઇન્ડિયા સુપર 8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. તેની સાથે અત્યાર સુધીમાં 6 ટીમ સુપર 8માં પહોંચી ગઈ છે. જ્યારે પાકિસ્તાન સહિત 10 ટીમ બહાર થઈ ગઈ છે
ટીમ ઈન્ડિયાને સુપર 8માં ત્રણ મેચ રમવાની છે. ભારતની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે થશે, જે 20 મી જૂને રમાશે. આ પછી ભારત અને ગ્રુપ ડીમાં બીજા સ્થાને રહેલી ટીમ વચ્ચે મુકાબલો થશે, જે મેચ 22મી જૂને રમાશે. ત્યારબાદ 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જે ભારતની છેલ્લી સુપર 8નો મુકાબલો હશે.
ભારત અને યુએસએ T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ Aમાંથી સુપર 8 માટે ક્વોલિફાય થયા છે. ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ બીમાંથી ક્વોલિફાય કર્યું છે. બીજી ટીમ હજુ નક્કી થવાની બાકી છે. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગ્રુપ સીમાંથી સુપર 8 માટે ક્વોલિફાય કર્યું છે. દક્ષિણ આફ્રિકાએ ગ્રુપ ડીમાંથી સુપર 8 માટે ક્વોલિફાય કર્યું છે. આ ગ્રુપમાંથી બીજી ટીમનો નિર્ણય પણ હજુ લેવાનો બાકી છે.
ગ્રુપ Aમાંથી પાકિસ્તાન, કેનેડા અને આયર્લેન્ડની ટીમ T20 વર્લ્ડ કપ 2024 માંથી બહાર થઈ ગઈ છે. નામિબિયા અને ઓમાન ગ્રુપ બીમાંથી બહાર થઈ ગયા છે. ગ્રુપ Cની વાત કરીએ તો PNG, યુગાન્ડા અને ન્યુઝીલેન્ડ બહાર છે. નેપાળ અને શ્રીલંકાને ગ્રુપ ડીમાંથી બહાર થવું પડ્યું હતું.
સુપર 8 મેચ 19 જૂનથી શરૂ થવાની છે. તેની પ્રથમ મેચ યુએસએ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છે. સુપર 8ની છેલ્લી મેચ 24મી જૂને રમાશે. આ મેચ અફઘાનિસ્તાન અને D2 વચ્ચે થશે. આ પછી, પ્રથમ સેમિફાઇનલ મેચ 26 જૂને રમાશે. બીજી સેમિફાઇનલ મેચ 27 જૂને રમાશે. ફાઈનલ મેચ 29 જૂને રમાશે. આ મેચ બાર્બાડોસમાં રમાશે.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
