તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
શું ભારત અને કેનેડા વચ્ચેની મેચમાં વરસાદ વિલન બનશે? : જાણો લોડરહિલની હવામાનની લેટેસ્ટ સ્થિતિ
T20 વર્લ્ડ કપની ઘણી મેચો વરસાદના ઓછાયા હેઠળ રહી અને કેટલીક મેચો રદ પણ કરાઈ : આજે ભારત અને કેનેડા વચ્ચેની મેચ પર વરસાદનો પડછાયો છવાયેલો છે?

મુંબઈ : T20 વર્લ્ડ કપમાં ભારતની છેલ્લી લીગ સ્ટેજની મેચ 15 જૂને કેનેડા સામે ફ્લોરિડામાં રમાશે. આ ટુર્નામેન્ટની ઘણી મેચો વરસાદના પડછાયા હેઠળ રહી છે જેના કારણે કેટલીક મેચો રદ્દ પણ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ચાહકોને ડર છે કે ભારત અને કેનેડા વચ્ચેની મેચમાં વરસાદ વિલન બની શકે છે?
ફ્લોરિડામાં ભારે તોફાન અને વરસાદે તબાહી મચાવી છે. જેના કારણે આયર્લેન્ડ અને અમેરિકા વચ્ચેની મેચ રદ્દ કરવામાં આવી છે. કેનેડા સામેની મેચ જીતીને ટીમ ઈન્ડિયા સતત ચોથી જીત હાંસલ કરવા ઈચ્છશે. ફ્લોરિડામાં ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ મેચ હશે.
આ આખા અઠવાડિયે લોડરહિલમાં વરસાદ અને વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. આ મેદાન પર આ વર્લ્ડ કપની પ્રથમ મેચ ભીના આઉટફિલ્ડને કારણે શુક્રવારે રદ કરવામાં આવી હતી, જ્યાં યુએસએ અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાવાની હતી. મેચ રદ્દ થવાથી અમેરિકાને ફાયદો થયો અને પાંચ પોઈન્ટ સાથે સુપર-8 માટે ક્વોલિફાય થયું.
Accuweather મુજબ, મેચ દરમિયાન વરસાદની સંભાવના 35% થી 45% અને વાવાઝોડાની 50% સંભાવના છે. સમગ્ર બપોર દરમિયાન તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. ભેજ 80% રહી શકે છે. સવારે વરસાદની 30% શક્યતા છે, જે સમગ્ર મેચ દરમિયાન ચાલુ રહેવાની શક્યતા છે.
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો સતત ત્રણ જીત સાથે ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપના સુપર-8માં પ્રવેશ કરી લીધો છે. કેનેડાએ ત્રણમાંથી એક મેચ જીતી છે. કેનેડાની ટીમ ભારત સામેની મેચમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે. ફ્લોરિડામાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ મજબૂત છે. ભારતે અહીં રમાયેલી ચાર ટી20 મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે. જોકે, ફ્લોરિડામાં રમાયેલી છેલ્લી મેચમાં ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
