<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ટી-ટવેન્‍ટી વર્લ્‍ડકપમાં ભારતની મદદ વગર પાકિસ્‍તાનને સુપર-૮માં જવું અઘરૂ

નેટ રેટમાં સુધારો ન થાય તો પાકિસ્‍તાનની ટીમ બહાર ફેંકાય જાય

મુંબઇ, તા. ૧૧ : ન્‍યૂયોર્કના નવા સ્‍ટેડિયમમાં ભારત સામે હાર્યા બાદ પાકિસ્‍તાનની ટીમ T20 વર્લ્‍ડકપ ૨૦૨૪માંથી બહાર થવાના આરે છે. પહેલા અમેરિકાએ સુપર ઓવરમાં પાકિસ્‍તાનને રસાકસીના મુકાબલામાં હરાવ્‍યું હતું. ત્‍યારબાદ ભારતે બાબર આઝમ એન્‍ડ કંપનીને છ રનથી હરાવીને પોઈન્‍ટ ટેબલમાં પણ કબજો જમાવ્‍યો છે. હવે સવાલ એ થાય છે કે શું પાકિસ્‍તાન હજુ પણ સુપર-૮માં પહોંચી શકશે. જવાબ છે- હા. પોઈન્‍ટ્‍સ ટેબલના ગણિત પર નજર કરીએ તો પાકિસ્‍તાનની ટીમ હજુ પણ સુપર-૮માં પહોંચવાની રેસમાંથી બહાર થયું નથી. પાકિસ્‍તાનની ટીમ હવે ભારતની દયા વિના લીગ સ્‍ટેજથી આગળ નહીં વધી શકે.

ICC T20 વર્લ્‍ડકપ ૨૦૨૪માં કુલ ચાર ગ્રુપ બનાવવામાં આવ્‍યા છે. દરેક ગ્રુપમાં પાંચ ટીમો છે. ભારતના ગ્રુપમાં પાકિસ્‍તાન ઉપરાંત અમેરિકા, આયર્લેન્‍ડ અને કેનેડા પણ સામેલ છે. લીગ તબક્કામાં દરેક ટીમે કુલ ચાર મેચ રમવાની છે. દરેક ગ્રુપમાંથી માત્ર બે ટીમ જ સુપર-૮માં પ્રવેશ કરશે. જો આપણે ગ્રુપ-A પર નજર કરીએ તો ભારત તમામ બે મેચ જીતીને ચાર પોઈન્‍ટ સાથે પ્રથમ સ્‍થાને છે. અમેરિકાએ પણ પાકિસ્‍તાન અને કેનેડાને હરાવીને તેની બંને મેચ જીતી છે. જોકે, સારી રન રેટના આધારે ભારત અમેરિકા કરતા આગળ છે. પાકિસ્‍તાન અને કેનેડા પોતાની બંને મેચ હારી ચૂકયા છે. આયર્લેન્‍ડે બેમાંથી એક મેચ જીતી છે.

પાકિસ્‍તાન સુપર-૮ કેવી રીતે પહોંચશે? જો પાકિસ્‍તાન અહીંથી સુપર-૮માં પોતાની જગ્‍યા બનાવવા માંગે છે તો તેને તેની બંને મેચ જીતવી પડશે એટલું જ નહીં પરંતુ આ મેચો પણ મોટા અંતરથી જીતવી પડશે. કારણ કે પાકિસ્‍તાનનો નેટ રન રેટ હાલમાં માઈનસમાં છે. અમેરિકાનો નેટ રન રેટ અત્‍યારે ઘણો સારો છે. આવી સ્‍થિતિમાં બાબર આઝમ એન્‍ડ કંપનીએ આ બંને મેચ જીતીને પોતાની નેટ રન રેટમાં સુધારો કરવો પડશે. નહિંતર વર્લ્‍ડકપમાંથી બહાર થવાનો વારો આવશે.

સુપર-૮માં પહોંચવા માટે પાકિસ્‍તાનની ટીમને ભારતની તરફેણ કરવી પડશે. ભારતની જીત માટે પ્રાર્થના કર્યા વિના પાકિસ્‍તાનની ટીમ લીગ સ્‍ટેજથી આગળના રાઉન્‍ડમાં નહીં પહોંચી શકે. હવે ભારતે ૧૨મી જૂને અમેરિકા અને ૧૫મી જૂને કેનેડાનો સામનો કરવાનો છે. પાકિસ્‍તાને પ્રાર્થના કરવી પડશે કે ભારત આ બંને મેચ જીતે. આ ઉપરાંત, તે એ પણ ઈચ્‍છશે કે ભારતીય ટીમ અમેરિકાને હરાવવાની સાથે જ તેમનો નેટ રન રેટ બગાડે અને તેમને મોટા અંતરથી હરાવી દે. તો જ તેનો સીધો ફાયદો પાકિસ્‍તાનને મળશે.

અમેરિકાએ હવે ૧૨ જૂને ભારતનો સામનો કરવાનો છે. પાકિસ્‍તાનને લાગતું હશે કે ભારત જેવી મજબૂત ટીમ કદાચ પાકિસ્‍તાનને હરાવી દેશે પરંતુ અમેરિકાની મેચ ૧૪ જૂને આયર્લેન્‍ડ સામે છે. આયર્લેન્‍ડ તેની અત્‍યાર સુધીની તમામ બે મેચ હારી ચૂકયું છે. પાકિસ્‍તાને પ્રાર્થના કરવી પડશે કે અમેરિકા પણ આ મેચ હારે. જો આયર્લેન્‍ડ જીતશે તો પાકિસ્‍તાનને તેની બે મેચ જીતીને પણ કોઈ ફાયદો નહીં મળે.અમેરિકાએ હવે ૧૨ જૂને ભારતનો સામનો કરવાનો છે. પાકિસ્‍તાનને લાગતું હશે કે ભારત જેવી મજબૂત ટીમ કદાચ પાકિસ્‍તાનને હરાવી દેશે પરંતુ અમેરિકાની મેચ ૧૪ જૂને આયર્લેન્‍ડ સામે છે. આયર્લેન્‍ડ તેની અત્‍યાર સુધીની તમામ બે મેચ હારી ચૂકયું છે. પાકિસ્‍તાને પ્રાર્થના કરવી પડશે કે અમેરિકા પણ આ મેચ હારે. જો આયર્લેન્‍ડ જીતશે તો પાકિસ્‍તાનને તેની બે મેચ જીતીને પણ કોઈ ફાયદો નહીં મળે.

(12:00 PM IST)