<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

T20 વર્લ્ડ કપ 2024, પાકિસ્તાને ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય

ગ્રુપ Aમાં, ભારતીય ટીમ 1 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને:પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને

મુંબઈ : ટી 20 વર્લ્ડ કપ 2024માં ભારત સામેની મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે

 ટી 20 વર્લ્ડ કપ 2024માં ભારત સામેની મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ન્યૂયોર્કમાં રમાઇ રહી છે. ટોસ પછી વરસાદ વિધ્ન બન્યો છે.

ભારત-પાકિસ્તાન મેચ પર વરસાદનો પણ ખતરો છે. AccuWeather.com અનુસાર સ્થાનિક સમય અનુસાર સવારે 7 વાગ્યે ન્યૂયોર્ક શહેરમાં રવિવારે સવારે વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે. સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગ્યા પછી વરસાદની સંભાવના વધી જાય છે, જ્યારે બપોરે વાવાઝોડાની સંભાવના છે.

 

ભારત-પાકિસ્તાન મેચને લઈને પ્રશંસકોમાં ઉત્સાહ છે. જોકે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ન્યૂયોર્કમાં વરસાદ શરુ થઇ ગયો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ન્યૂયોર્કમાં રમાશે. ગ્રુપ A માં ભારતીય ટીમ 1 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. તેમના અભિયાનની શરૂઆત અમેરિકા સામે પરાજય સાથે થઇ હતી. નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં બેટિંગ ઘણી મુશ્કેલ બની રહી છે.

 

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.

પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ઉસ્માન ખાન, ફખર જમાન, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, નસીમ શાહ, મોહમ્મદ આમિર.

(8:37 PM IST)