તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
૧૭ વર્ષની કુમકુમે ઇતિહાસ રચ્યો, ગોલ્ડ જીત્યો
એશિયન ગેમ્સમાં મહિલા વ્યક્તિગત રિકર્વમાં સુવર્ણચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય બનીઃ ટીમ સ્પર્ધા બાદ બીજો ગોલ્ડ મેળવી દેશનું ગૌરવ વધાર્યું

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતની યુવા તીરંદાજ કુમકુમ મોહોદે પોતાની અદભૂત નિશાનબાજીથી ઇતિહાસ રચ્યો છે. માત્ર ૧૭ વર્ષની વયે કુમકુમ મોહોદે મહિલા વ્યક્તિગત રિકર્વ તીરંદાજી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. ફાઇનલમાં તેણે દક્ષિણ કોરિયાની ઓ યેજિનને શૂટઆઉટમાં પરાજય આપીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
રોમાંચક ફાઇનલ મુકાબલામાં બંને ખેલાડીઓ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. અંતિમ તબક્કે દબાણ વચ્ચે પણ કુમકુમે અદભૂત એકાગ્રતા, આત્મવિશ્વાસ અને ચોકસાઈ જાળવી રાખી હતી. શૂટઆઉટમાં નિર્ણાયક નિશાન સાધીને તેણે ભારત માટે સુવર્ણ સફળતા મેળવી હતી.
આ જીત સાથે કુમકુમ એશિયન ગેમ્સના ઇતિહાસમાં મહિલા વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય તીરંદાજ બની છે. આ સાથે જ એશિયન ગેમ્સમાં તેનો આ બીજો સુવર્ણચંદ્રક છે. અગાઉ મહિલા રિકર્વ ટીમ સ્પર્ધામાં અંકિતા ભગત અને કીર્તિ શર્મા સાથે મળીને તેણે ભારતને ગોલ્ડ અપાવ્યો હતો
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
