તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Sunday, 31st May 2026
15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ જીતી ઓરેન્જ કેપ : શુભમન ગિલ અને સાઈ સુદર્શનને પાછળ છોડ્યા
વૈભવે આ વર્ષે 16 મેચ રમી અને 776 રન બનાવ્યા : તેણે 1 સદી અને 5 અડધી સદી અને 63 ચોગ્ગા અને 72 છગ્ગા ફટકાર્યા .

મુંબઈ : ઓરેન્જ કેપ માટેની રેસ આખરે સમાપ્ત થઈ ગઈ છે. જ્યારે ફાઈનલ મેચ નક્કી કરવાની હતી કે કોણ કેપ જીતશે, પરંતુ ટાઈટલ ટક્કર શરૂ થયાના થોડા સમય પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે ફક્ત 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ કેપ જીતી છે, જેને આ વર્ષની IPLમાં સૌથી વધુ રન બનાવ્યા છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ અને ઓપનર સાઈ સુદર્શન પણ દોડમાં હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં સૌથી વધુ રન બનાવવા બદલ ઓરેન્જ કેપ જીતી છે. વૈભવે આ વર્ષે 16 મેચ રમી અને 776 રન બનાવ્યા હતા . આ સમયગાળા દરમિયાન તેને 1 સદી અને 5 અડધી સદી ફટકારી હતી . તેની સદીની સંખ્યા વધુ હોઈ શકે તેમ હતી, પરંતુ તે 2 વાર તે હાંસલ કરવાની ખૂબ નજીક પહોંચ્યો હતો . વૈભવે આ રન 48.50 ની એવરેજ અને 237.31 ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેને 63 ચોગ્ગા અને 72 છગ્ગા ફટકાર્યા. વૈભવે આ સિઝનમાં સૌથી વધુ છગ્ગા પણ ફટકાર્યા હતા .
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
