તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
ઝવેરચંદ મેઘાણીને એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદમાં મરણોત્તર ‘મહા સન્માન' પુરસ્કાર
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી રિવાબા જાડેજાના હસ્તે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ સાદર સન્માન સ્વીકાર્યું:

રાજકોટઃ ગુજરાતની અગ્રગણ્ય ન્યૂઝ ચેનલ TV13 Gujarati દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે મરણોત્તર મહા સન્માન પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.ગુજરાત સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી, બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી, સંસ્કળતિ-સાહિત્ય-શિક્ષણ-પ્રેમી રિવાબા જાડેજાના વરદ-હસ્તે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ સાદર સન્માન સ્વીકાર્યું હતું.
શ્રી કષ્ટભંજકદેવ સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામી, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા, બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, બોટાદ નગરપાલિકા -મુખ અશ્વિનભાઈ ખસીયા, બરવાળા નાયબ કલેકટર કે. સી. કોરડીયા, નાયબ પોલીસ અધિક્ષક એ. એ. સૈયદ, બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા ઉપરાંત TV13 Gujaratiના એડિટર અને સીઈઓ દિપકભાઈ રાજાણી, મેનેજિંગ ડિરેકટર મુન્નાભાઈ ગઢવી, ડિજિટલ હેડ તોરલબેન કવિ, માર્કેટિંગ હેડ મનોજભાઈ તલરેજા, એચઆર હેડ નેહાબેન ગઢવી, બોટાદ જિલ્લા -તિનિધિ ગજેન્દ્રભાઈ ખાચર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને પત્રકારોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. પિનાકી મેઘાણીના તોહીજનો : કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા, ઉગ્રસેનસિંહ ગોહિલ, રમેશભાઈ બદ્રેશિયા, વાલજીભાઈ પિત્રોડા અને સંજયભાઈ પિત્રોડા પણ ઉપસ્થિત રહ્યા હતા.આલેખનઃ પિનાકી નાનકભાઇ મેઘાણી-ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
