News of Thursday, 3rd September 2026
ગીર સોમનાથના ઉનાના ભડીયાદર ગામે યુવક પર છરી વડે જીવલેણ હુમલો
ચાર થી પાંચ શખ્સો દ્રારા અભેસિંહ નામના યુવક પર હુમલો કરાયો :ઘટના સીસીટીવીમાં કેદ: ઈજાગ્રસ્ત યુવાનને ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

ગીર સોમનાથના ઉનાના ભડીયાદર ગામે યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવાનો બનાવ બન્યો છે. ચાર થી પાંચ શખ્સો દ્રારા અભેસિંહ નામના યુવક પર હુમલો કરાયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે. ગંભીર ઈજાઓ થતાં ઈજાગ્રસ્ત યુવાનને ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વધું સારવાર અર્થે જુનાગઢ ખાતે ઈજાગ્રસ્ત યુવાને ખસેડવામા આવ્યો. અગાઉનું મનદુ:ખ રાખી યુવાન પર છરી વડે કરાયો હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
