<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

જુનાગઢના માંગરોળ બંદર પર અકસ્માતમાં એક યુવકનું મોત

રિક્ષાને ઓવરટેક કરવા જતા બાઇક સ્લિપ થતાં બાઇક પાછળ બેઠેલો યુવાન પણ રોડ પર પટકાયો: સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું

જુનાગઢના માંગરોળ બંદર પર અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે. રિક્ષાને ઓવરટેક કરવા જતા બાઇક સ્લિપ થતાં બાઇક પાછળ બેઠેલો યુવાન પણ રોડ પર પટકાયો હતો. અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTVમાં બાઇક રિક્ષાને ઓવરટેક કરવા જતા સ્લિપ થતી અને યુવાન રોડ પર પટકાતો જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

(9:26 PM IST)