<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

જામનગર રેલવેમાં યુવાનનો આપઘાત

ઉચ્‍ચ અધિકારીઓના ત્રાસથી આ પગલું ભર્યાનો આક્ષેપ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃ તા. ૨૬, જામનગર રેલવેમાં નોકરી કરતા રવિચંદ્ર કોટાઈ નામના યુવાને શુક્રવારે મોડી રાત્રે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. 

પરિવારજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, રેલવેના ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા યુવાનને સતત ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું  વધુમાં, સંબંધીઓના જણાવ્‍યા અનુસાર, કથિત ત્રાસથી પરેશાન યુવાને આશરે એક મહિના પૂર્વે પોલીસ સમક્ષ અરજી પણ કરી હતી.

યુવાને અગાઉ પોલીસમાં અરજી કરી હોવાના પરિવારજનોના દાવાને પગલે સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે. જોકે, આક્ષેપોની સત્‍યતા અને યુવાનના મોત પાછળનાં ચોક્કસ કારણો અંગે સત્તાવાર તપાસના તારણો સામે આવ્‍યા બાદ જ હકીકત સ્‍પષ્ટ થશે.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(10:47 AM IST)