તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
જામનગર જિલ્લા રમત સંકુલના ઇન્ડોર સ્વિમિંગ પુલ ખાતે યુવાઓએ લીધા મતદાન જાગૃતિના શપથ: બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ
જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયો કાર્યક્રમ: કોચ, ટ્રેનર્સ અને સ્ટાફની ઉપસ્થિતિમાં મતાધિકારના ઉપયોગ માટે યુવાઓ સંકલ્પબદ્ધ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૪ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી પી. બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર હેઠળ કાર્યરત જામનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સંચાલિત જિલ્લા રમત સંકુલ ખાતે ઇન્ડોર સ્વિમિંગ પુલ પર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં સ્વિમિંગ પુલ મેનેજર, વિવિધ રમતોના કોચ, ટ્રેનર્સ અને સ્ટાફ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત યુવાઓએ લોકશાહીના મહાપર્વમાં મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવાના શપથ લીધા હતા.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
