તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
માળિયાના હરિપર ગામે ઇન્સ્ટાગ્રામ મેસેજની શંકા રાખી યુવાન પર હુમલો: ત્રણ સામે ફરિયાદ.
ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવા બાબતે રાખેલા ખોટા વહેમમાં આરોપીઓએ યુવાનને ઢોર માર મારતા તેને ગંભીર ઇજાઓ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :માળિયા (મી.)નાંહરિપર ગામ પાસે મચ્છુ નદીના કાંઠે એક યુવાન પર શંકા રાખી ત્રણ શખ્સોએ પાઇપ અને છરીના હાથા વડે હુમલો કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવા બાબતેરાખેલા ખોટા વહેમમાં આરોપીઓએ યુવાનને ઢોર માર મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. માળિયા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર, માળિયાના ખારાવાંઢ વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષીય યુનુસ સાવદીનભાઈ મોવર પર હરિપર ગામ પાસે સલીમ સુભાનભાઈ કટીયા, સદીક ઉર્ફે સદો કટીયા અને ફારૂક નામના શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપી સલીમને એવી શંકા હતી કે ફરિયાદી તેની દીકરીને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે છે, જે બાબતે બોલાચાલી કરી આરોપીઓએ ફરિયાદીને પકડી રાખ્યો હતો અને ધોકા વડે બેફામ માર માર્યો હતો. આ હુમલામાં યુનુસને જમણા હાથે અને પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી, તેમજ માથાના ભાગે છરીના હાથા વડે પ્રહાર કરી ઈજા પહોંચાડવામાં આવી હતી. આ શખ્સોએ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી હુમલો કરતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
