તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
યુવા પેઢી વ્યસનથી દુર રહે, સૌ કોઇ વડિલોનો આદર કરેઃ પૂ. મુકતાનંદબાપુ
વિસાવદર તાલુકાનાં માંડાવડ ગામે વિકમા પરિવાર દ્વારા આયોજીત ભુતદાદાની થાળની ભવ્ય ઉજવણીઃ સંતો-ભકતજનોની ઉપસ્થિતિ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૭ :.. જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ગામમાં પ્રાચીન ભુતદાદાના સ્થાને વિકમા પરિવાર દ્વારા સંતો-મહંતોના સાનિધ્યમાં ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી ચાપરડાથી શ્રીશંભુ પંચ અગિ્ન અખાડાના સભાપતિ શ્રી મુકતાનંદજીબાપુ ત્થા સતાધારધામથી વિજયબાપુ, રામપરાથી રૂપલ આઇ મા ત્થા મુની આશ્રમના શ્રી શકિતદાસબાપુ પાનરખીયાથી બળવંતપુરીબાપુ, હસમુખગીરીબાપુ ગળથથી હસુમહારાજ ત્થા જેતપુર હરી ઓમ વૃધ્ધાશ્રમથી જોષીબાપા ત્થા સુબોધાનંદબાપુ ગુરુકુલશ મુકુદસ્વામી આ દિવ્ય પાવન પ્રસંગમાં ઉપસ્થિત રહેલ. વિસાવદરના પ્રાંત અધિકારી ત્થા મામલતદાર ત્થા બ્રહ્માનંદધામથી અર્જુનસિંહ રાઠોડ તેમજ આમંત્રિત મહેમાન રાજકિય મહાનુભાવો સગા-સ્નેહીઓની હાજરીમાં આ પાવન પ્રસંગની ઉજવણી કરવામાં આવેલ પધારેલા સંતોનું કળશધારી બાલિકાઓ દ્વારા સંતોને કુમકુમ ચંદન કરીને સ્વાગત કરવામાં આવેલ.
ઢોલ-ત્રાસા સાથે સંતોના સામૈયા કરવામાં આવેલ. ભુતબાપાના પાવન સ્થળે સંતો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવેલ. ત્યારબાદ ધર્મસભાની અંદર સંતો તેમજ પધારેલ મહાનુભાવોનું પુષ્પહાર-સાલ ઓઢાડી વિકમા પરિવારના મોભી પ્રભાશંકરદાદા જેમની ઉંમર (૯૮) વર્ષ હોય તેમના દ્વારા સંતોનું સન્માન કરવામાં આવેલ. વિકમાં પરિવાર દ્વારા જે આયોજન કરવામાં આવેલ તેવા વડિલ મુરબ્બી મુળશંકરભાઇ દ્વારા પધારેલા સંતો અને મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ. આ દિવ્ય અને ભવ્ય પાવન પ્રસંગે માંડાવડ ગામ આખાને ધુવાડા બંધ ભોજન પ્રસાદ કરાવવામાં આવેલ.
જો કે આ વિકમાં પરિવાર વર્ષે-બે વર્ષ આવા સામાજીક ધાર્મીક કાર્યો કરતા રહે છે. આ પ્રસંગે સતાધાર મહંત શ્રી વિજયબાપુ દ્વારા કહેવામાં આવેલ કે, આ આપણી સનાતની પરંપરા છે. ચાપડા દેવતીર્થ સ્થાને જાળવી રાખવા શ્રધ્ધા સાથે ભકિતભાવથી જોડાઇ રહેવું અને આવા સતકાર્ય કરતા રહેલા. કરતા હોય તેમને પ્રોત્સાહીત કરવા તેમજ પૂજય શ્રી મુકતાનંદજીબાપુએ તેમના આર્શિવચનમાં જણવેલ કે, આ સમયમાં આપણી પરંપરાગત સંસ્કૃતિને જાળવી રાખવી તેમનું જતન કરવું આજની યુવા પેઢી વ્યસનથી દુર રહે. ખોટો ઘર્ષણથી દુર રહેવું. અને ગામની બહેનોને જણાવેલ કે, આપણા ગામથી અંદર જે દેવસ્થાનો હોય ત્યાં જવું નિત્ય આરતી, ધુન-ધોળ કરવા અને દરેક દેવાલયોની સાર સંભાળ રાખવી સ્વચ્છતા રાખવી આ પણ એક મોટુ સેવાનું કાર્ય છે. આપણી સંસ્કૃતિનું જતન કરવું. ઘરમાં વડિલોનો આદર કરવો, મા-બાપ-સાસુ-સસરાની સેવા કરી અને વૃધ્ધાશ્રમ બાજુ ન જાય તેની કાળજી રાખવી. તેવી અપીલ કરી હતી. (તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
