News of Wednesday, 7th October 2026
ચુડા પંથકમાં પરિચયનો ગેરલાભ ઉઠાવી યુવતિ પર વારંવાર દુષ્કર્મ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૭: ચુડા તાલુકાના એક ગામની યુવતી સાથે યુવકે પરિચયનો ગેરલાભ ઊઠાવી ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનાર યુવતીએ ફરિયાદ નોંધવા ચુડા પોલીસ મથકથી રેન્જ આઈજી સુધી રજૂઆત કરી છે.
ચુડા તાલુકાના એક ગામની યુવતીનો પરિવાર પેટિયું રળવા બાવળા રહેતો હતો. તેમના જ ગામનો યુવક પણ બાવળા નોકરી કરતો હતો. ગામનો હોવાથી યુવક યુવતીના ઘરે અવારનવાર જમવા આવતો હતો. અષાઢી ચોથના દિવસે પીપળી મુકામે રામાપીરના દર્શને જતી વખતે યુવકે યુવતી અને તેની માતાની જાણકારી બહાર અંગત ફોટા પાડી લીધા હતા.
ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. કંટાળીને યુવતી વતન પરત આવી ગઈ હતી.
આ વાતની જાણ થતાં યુવક પણ યુવતી પાછળ પાછળ વતન આવી ગયો હતો. આખરે પીડિતાએ પરિવારના સભ્યોને આપવીતી જણાવતા પિતા અને કાકાની મદદથી ફરિયાદ નોંધવાની હિંમત કરી હતી. તા.૧૯ સપ્ટેમ્બરે યુવકની ભાભી મને તેના જૂના ઘરે બોલાવી ગઈ હતી. જ્યાં યુવકે રૂમમાં પૂરી સંબંધ બાંધ્યો હતો. ત્યારે યુવકના ભાઈ, ભાભી બહાર ધ્યાન રાખતા હતા. આ અંગે ૨૫ સપ્ટેમ્બરે હું ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગઈ હતી.
થોડા દિવસો પહેલાં યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. આરોપીની અટકાયત કરી લીધી હતી. હવે યુવતી તેના પરિવારજનોના કહેવાથી એક વ્યક્તિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા આવી છે. કયારેક કહે છે કે ફરિયાદ કરવી છે, કયારેક ના પાડે છે. યુવતી કહે તો અમને ફરિયાદ નોંધવામાં શું વાંધો હોય! - તેમ એસ.એન. પટેલ (પીઆઈ, ચુડા)એ જણાવ્યુ છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
