તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગાળજ માતાજીનાં મંદિરે યજ્ઞ યોજાયો
મોરબી જિલ્લા સહિત ગુજરાતનાં જુદાજુદા જીલ્લામાં રહેતા ભટ્ટ પરિવારના લોકો સહપરિવાર હાજર રહ્યા: દર્શન, પૂજન તેમજ પ્રસાદનો લાભ લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા મોરબી નજીકના વનાળીયા (શારદાનગર) ગામે હિંગળાજ માતાજીના મંદિરે શરદ પુનમના દિવસે યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોરબી જિલ્લા સહિત ગુજરાતનાં જુદા જુદા જીલ્લામાં રહેતા ભટ્ટ પરિવારના લોકો સહપરિવાર હાજર રહ્યા હતા અને દર્શન, પૂજન તેમજ પ્રસાદનો લાભ લીધેલ હતો.
મોરબીમાં શરદપૂનમ તા.26-10 ને ને સોમવારના રોજ ભટ્ટ પરિવાર દ્વારા વનાળીયા (શારદાનગર) ગામે હિંગળાજ માતાજીના મંદિરે યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન તરીકે મુળ માનસરના રહેવાસી સ્વ. કેશવલાલ વનમાળીભાઈ ભટ્ટના પરિવાર તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ યજ્ઞની શાસ્ત્રોક્ત રીતે વેદ મંત્રો દ્વારા પુજા વિધિ શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ અને તેની ટીમ દ્વારા કરાવવામાં આવી હતી. અને યજ્ઞના દર્શન, માતાજીનું પૂજન અને પ્રસાદનો લાભ લેવા માટે માત્ર મોરબી શહેર કે જિલ્લો નહીં પરંતુ બીજા જીલ્લામાં ધંધા રોજગાર માટે સેટ થયેલા ભટ્ટ પરિવારના લોકો પણ સહપરિવાર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ તેમજ જે.પી.ભટ્ટ, રમેશભાઈ ભટ્ટ (ભીખુભાઈ) અને દીપકભાઈ ભટ્ટ સહિતના ભટ્ટ પરિવારના લોકોએ જહેમત ઉઠાવી હતી.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
