News of Sunday, 25th October 2026
વિશ્વ એક પરિવાર, વસુધૈવ કુટુંબકમની ભાવના જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરશે" - ડો. સ્વામીનાથન
બ્રહ્માકુમારીઝ સંસ્થાના નવદશકોત્સવ નિમિત્તે ત્રિ-દિવસીય આધ્યાત્મિક શિબિર, ભાવનગર એન્જિનિયરિંગ એસોસીએશનના કાર્યક્રમમાં આહ્વાન

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: બ્રહ્માકુમારીઝ સંસ્થાની સ્થાપનાને 90 વર્ષ પૂર્ણ થતા વર્ષ 1936-2026 નવદશકોત્સવ નિમિત્તે ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત ભાવનગર એન્જિનિયરિંગ એસોસીએશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત એન્જિનિયરોને સંબોધન કરતા આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ અને સ્પિરિચ્યુઅલ સેલિબ્રિટી ડો. સ્વામીનાથને જણાવ્યું હતું કે, બ્રહ્માકુમારીઝ પરિવાર વિશ્વનો સૌથી મોટો પરિવાર છે. વિશ્વ એક પરિવાર છે અને વસુધૈવ કુટુંબકમની ભાવના જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરશે.
તેમણે જણાવ્યું હતું કે, "વિશ્વ પરિવર્તન માટે આધ્યાત્મિક જાગૃતિ" વિષય અન્વયે સંસ્થાએ છેલ્લા નેવું વર્ષમાં સમાજમાં માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સેવા પ્રદાન કરી છે અને ભારતની સનાતન સંસ્કૃતિની શક્તિમાં વધારો કર્યો છે.
ભાવેણાના 90 મહાનુભાવો દ્વારા દીપ પ્રજ્વલનનવદશકોત્સવ પ્રસંગે ભાવેણાના 90 મહાનુભાવો ઉપસ્થિત રહી દીપ પ્રજ્વલન કરશે. આ પ્રસંગે ભાવનગરમાં વર્ષો પછી આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પિરિચ્યુઅલ સેલિબ્રિટી ડો. સ્વામીનાથનનું આગમન થઈ રહ્યું છે.તેઓ શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ, સામાજિક જવાબદારી, ભાવાત્મક એકતા અને માનવ સશક્તિકરણ વિષય ઉપર ત્રિ-દિવસીય શિબિરમાં માર્ગદર્શન આપશે.
આ શિબિર તા. 25-26-27 ઓક્ટોબર દરમિયાન રાત્રે 8-00 થી 10-00 સુધી ઝવેરચંદ મેઘાણી હોલ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં પ્રવેશ વિનામૂલ્યે છે, પરંતુ રજીસ્ટ્રેશન અને એન્ટ્રી પાસ ફરજિયાત રહેશે.એન્ટ્રી પાસ તા. 25-26 દરમિયાન સવારે 08-00 થી 11-00 અને સાંજે 5-00 થી 8-00 દરમિયાન વિનામૂલ્યે આપવામાં આવશે.બ્રહ્માકુમારી ભાવનગર મીડિયા પ્રભાગના સંયોજક બ્રહ્માકુમાર મુકેશ જોશીના જણાવ્યા અનુસાર વિનામૂલ્યે પાસ હવે જૂજ બાકી છે અને વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવી રહ્યું છે.ડો. સ્વામીનાથન છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી બ્રહ્માકુમારીઝ સંસ્થા સાથે જોડાયેલા છે અને નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે. તેઓએ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ ફેકલ્ટી તરીકે તેમજ કોર્પોરેટ ટ્રેનર તરીકે સેવા પ્રદાન કરી છે અને ભારતની સંસ્કૃતિને દેશ-વિદેશમાં ઉજાગર કરી છે. રોટરી ક્લબ દ્વારા તેમને એવોર્ડ ઓફ એક્સિલન્સ અને નેશનલ બિલ્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.આ જાહેર કાર્યક્રમમાં બ્રહ્માકુમારી તૃપ્તિબહેને ભાવેણાના લોકોને આ આધ્યાત્મિક શિબિરનો લાભ લેવા નમ્ર અનુરોધ કર્યો છે
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
