News of Tuesday, 10th November 2026
વ્યારા અને માંડવીને જોડતા રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા 10 વર્ષથી અધૂરું :અનેક ગામોના લોકોને હાલાકી
બ્રિજનું કામ પૂર્ણ ન થતાં વાહનચાલકોને બે કિલોમીટરનો લાંબો ફેરો મારવાની ફરજ પડે છે:સ્થાનિકોએ વહેલી તકે ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવાની માગ કરી

વ્યારા અને માંડવીને જોડતા રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા 10 વર્ષથી અધૂરું હોવાથી સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યું છે. તંત્ર અને રેલવે વિભાગની ઉદાસીનતાને કારણે આસપાસનાં અનેક ગામોના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને અવરજવરમાં મુશ્કેલી પડે છે, જ્યારે ચોમાસામાં સર્વિસ રોડ પર પાણી ભરાતાં સ્થિતિ વધુ વિકટ બને છે. બ્રિજનું કામ પૂર્ણ ન થતાં વાહનચાલકોને બે કિલોમીટરનો લાંબો ફેરો મારવાની ફરજ પડે છે. ત્યારે સ્થાનિકોએ વહેલી તકે ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવાની માગ કરી છે
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
