<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ખંભાળીયામાં કરોડોની ‘નલ સે જલ' યોજનાનું કામ ૩ મહિનાથી બંધ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. રરઃ શહેરમાં કરોડોના ખર્ચે નલ સે જલ યોજના અંતર્ગત જુની લાઇન પાણીના વિસ્‍તારના ઘી ડેમમાં નવી લાઇનો સાથે જોડીને બોર કુવાના પાણી મેળવતા જુની લાઇન વાળા કનેકશનોને નવી લાઇનોમાં ઘી ડેમ વોટરવર્કસ માંથી મીઠુ પાણી પહોંચાડવાની યોજના શરૂ કરાવેલ હતું ૬૦ ટકા ઉપરાંત કામ પુર્ણ થઇ ગયું પણ તે પછી જાણકારી, કાર્યવાહી અધિકારીના માર્ગદર્શનના અભાવે તથા ગ્રાંટના નાણામાં વિલંબ થતા કામ બંધ કરી દેવાયું છે તે જાણ ત્રણ માસથી ચાલુ ના થતા આગામી સમયમાં ચોમાસા પહેલા ના થાય તો મોટી પરેશાની થાય તેવી સ્‍થિતિ હોવા છતા પણ કામ બંધ રહેતા અગામી સમયમાં મોટી પરેશાની થશે.

ઘી ડેમ માંથી નીકળતી મેઇન લાઇનો સાથે આ વિસ્‍તારની લાઇનો જોડવાની હોય તેમાં પણ હજુ કેટલુંય કામ બાકી છે અને ચોમાસામાં વરસાદમાં આ ખોદકામ પાઇપ લાઇનો નાખવી જોડવી મુશ્‍કેલરૂપ હોય તાકીદે કામ ચાલુ કરવા તથા જાણકાર અધિકારી ને કામ સોંપી પુર્ણ કરવવા માંગ ઉઠી છે.

નલ સે જલ યોજનાના કામમાં સંપુર્ણ આયોજન કરીને કામ શરૂ કરાવેલું તેવા ત્રણ માસની કામ બંધ રહેતા અનેક સ્‍થળે ખાડા પણ પુરાયા નથી

(1:19 PM IST)