<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

જામનગર નીલકંઠ પાર્કમાં સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરનાર મહિલાને મુદ્દામાલ સાથે પકડી પાડતી સીટી સી પોલીસ સર્વેલન્સ સ્કોડ

રહેણાક મકાનમાથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ.૧,૯૭,૬૦૦/- ની ચોરી કરી હતી

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વીભાગ નિર્લિપ્ત રાય (IPS) તથા જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવી મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાથી અનડીટેક ચોરીના ગુન્હાઓ શોઘી કાઢવા માટે સુચના કરેલ હોય તેમજ મદદનીશ પોલીસ અઘિક્ષક લાલપુર વિભાગ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પ્રતીભાના માર્ગદર્શન મુજબ.
જામનગર સીટી સી ડિવી પો.સ્ટે. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ આઈ.એ.ઘાસુરાની સુચના મુજબ તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ. આર.એલ.કંડોરીયા ના માર્ગદર્શન હેઠળ જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.-૧૧૨૦૨૦૦૨૨૬૧૩૫૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩) મુજબનો ગઇ તા.૩૧/૦૭/૨૦૨૬ ના ક.૧૦/૩૦ થી ક.૧૧/૦૦ વાગ્યાના અરસા દરમ્યાન બનેલ હોય અને તા-૧/૮/૨૦૨૬ ના કલાક-૧૯/૩૦ વાગ્યે જાહેર થયેલ છે. 

ઉપરોક્ત સમયગાળા દરમ્યાન ફરીયાદીના રહેણાક મકાનમાથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ.૧,૯૭,૬૦૦/- ની ચોરી બાબતે કોઇ અજાણ્યા ચોર વિરૂધ્ધ ફરીયાદ દાખલ થયેલ હોય અને સદરહુ ગુન્હો અનડીટેક હોય તે શોઘી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન ટેકનિકલ તથા હ્યુમન સોર્સ દ્વારા સ્ટાફના એ.એસ.આઇ. યશપાલસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા તથા વનજરાજભાઇ ભગુભાઇ ખવડને સંયુકત બાતમીદારોથી હકીકત મળેલ કે ઉપરોકત રહેણાક મકાનમાં ચોરી કરનાર મહિલા ઇસમ તીરુપતી સોસાયટી તરફના રસ્તે બેડી બંદર રીંગ રોડ તરફ મુદામાલ સગેવગે કરવાના ફીરાકમાં પોતાના હાથમા એક લાલ પર્સ લઇને ચાલીને આવતા હોવાની હકીકત આઘારે તેઓની વોચમા રહી ગુન્હો કરનાર નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમને પકડી પાડી તેની પાસેથી ઉપરોક્ત ચોરીમા ગયેલ નીચે મુજબનો મુદ્દામાલ તેની પાસેથી મળી આવતા જે અંગે એ.એસ.આઇ. યશપાલસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા એ ઘોરણસરની કાર્યવાહી કરી ઉપરોકત ગુન્હો ડીટેક કરેલ છે.
પકડાયેલ આરોપી
(૧) પુજાબેન દિપકભાઇ ગોસ્વામી રહે- તીરુપતી પાર્ક, દ્વારકાધીશ સોસાયટી-૦૩, જામનગર


કબ્જે કરેલ મુદામાલઃ-
(૧) એક જોડી સોનાની બુટી કી.રુ.૭૪,૦૦૦/- (૨) બે સોનાની વીટી કી.રુ.૪૦,૦૦૦/- (૩) ૪ નંગ સોનાના પેન્ડલ કી.રુ.૪૫,૦૦૦/- (૪) એક સોનાની કાનમા પહેરવાની બાલી કી.રૂ.૧૨,૦૦૦/- (૫) ચાંદીનો સીકકો નંગ-૦૧ કી.રૂ.૧૧૦૦/- (૬) બે જોડી હાથમા પહેરવાની ચાંદીની કડલી કી.રૂ.૮૦૦૦/- (૭) બે ચાંદીની રાખડી કી.રૂ.૧૫૦૦/- (૮) એક જોડી ચાંદીની પાયલ કી.રૂ.૧૫૦૦/- (૯)એક ચાંદીનુ બ્રેસલેટ કી.રૂ.૧૪૦૦/- (૧૦) એક જોડી ચાંદીના સાંકળા કી.રુ.૨૫૦૦/- (૧૧) એક જોડ કાળા મોતીવાળુ નજરીયુ આશરે કી.રુ.૬૦૦/- (૧૨) રોકડા રુપીયા ૧૦,૦૦૦/-
કુલ મુદામાલ રૂ.૧,૯૭,૬૦૦ /-
આ કાર્યવાહી થાણા અધિકારી ઇન્ચાર્જ પો.ઇન્સ. આઇ.એ.ઘાસુરાની સુચનાથી સર્વેલન્સ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

(11:15 PM IST)