News of Friday, 6th November 2026
નાની ખાવડી ગામની સીમમાં મહીલાને ગળેટૂંપો આપી ખૂનના ગુનામાં
૨૦ વર્ષથી ફરાર આરોપીને ‘સાસારામ બીહાર' પકડી પાડતી જામનગર પોલીસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: નાસતો ફરતો આરોપી બીહાર રાજયના રોહતાશ જીલ્લાના નાશીરગંજ તાલુકાના સાસારામ ટાઉનમાં ભવન નિમાર્ણ ની ઓફિસ મા કામ કરે છે તેવી હકિકત મળતા પંચ બી ડીવી.પો.સ્ટે પો.સ.ઇ. એ.આર.પરમાર તથા સુમીતભાઇ શીયાર તથા અજયભાઇ વિરડા તથા નાનજીભાઇ પટેલ એ ત્યા જઇ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ થવા પંચ બી ડીવી પોલીસ સ્ટેશન ને સોપી આપેલ છે.
પંચ બી પોલીસ સ્ટેશન ગુના નંબર-૩૦/૨૦૦૭ કલમ - આઈપીસી ૩૦૨ વિગેરે ગુનો તા.૨૮/૦૨/૨૦૦૭ નાની ખાવડીગામની સીમ પાયલ હોટલની ધાર રામભાઇ રબારીના મકાનમા રહેતા રોશનબેન નામની મહીલાને ગળે ટૂંપો આપી મોત નિપજાવી આરોપી નાશી ગયેલ હતો જે અંગેની ફરીયાદ બાબુસંગ રવુભા ચુડાસમા ઉવ.૩૩ ધંધો.ડ્રાઈવીંગ રહે.હાલ જામનગર ખંભાળીયા રોડ, મોટી ખાવડીની બાજુમા તા.જી.જામનગર વાળાએ જાહેર કરેલ હતો
ગઈ તા.૨૮/૦૨/૨૦૦૭ ના રોજ મરણ જનાર રોશનબેન ની લાશ તેની રહેણાંક ઓરડીએથી મળી આવેલ જે બનાવ સંબંધે પ્રાથમિક અ.મોત દાખલ કરવામાં આવેલ ત્યાર બાદ લાશ નું પી.એમ કરાવતા મળત્યુનું કારણ ગળા ફાંસો આપવાના લીધે થયેલ હોવાનું આવેલ જે બાદ તા ૦૧/૦૩/૨૦૦૭ ના રોજ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં બનાવ બાદથી જ ફરાર રોશનબેન ઉર્ફે બીમલાદેવી ના પતિ અસલમ ઉર્ફે પપ્પું નું નામ આરોપી તરીકે જાહેર થયેલ જેની શોધખોળ કરતા તે મળી આવેલ ન હતો જેથી આરોપી નું સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ કઢાવવામાં આવેલ અને બાદ આ ગુનામાં માં વર્ગ-ખ્ સમરી ભરવામા આવેલ
આ આરોપીને પકડવા સારું સૌ પ્રથમ તપાસના કેસ કાગળોનો અભ્યાસ કરવામાં આવેલ જેમાંથી એક એક કડી અલગ અલગ તારવી તે દિશામાં તપાસ કરવામાં આવેલ અને આ આરોપી મૂળ મૌના ગામ,તા.નાસરીગંજ,જી રોહતાસ,બિહાર નો રહેવાસી હોય જ્યાં રહેતા આરોપીના સગા સંબંધીઓની વિગત વારની માહિતી મેળવવામાં આવેલ જેમા આરોપી પોતાનુ નામ બદલી અલગ અલગ જગ્યાએ રહેતો હોવાનુ જણાવા મળેલ હતુ જે આધારે બિહાર તેના મૂળ વતનથી હ્યુમન રિસોર્સ ડેવલપ કરી તેમજ ટેકનીકલ સોર્સની ની મદદ મેળવી આરોપી નો ફોટો મેળવવામાં આવેલ તેમજ આરોપી નો મોબાઇલ નંબર મેળવેલ અને ત્યાર બાદ આરોપી ના લોકેશન આધારે છેલ્લા ૨૦ વર્ષથી ફરાર મર્ડરના ગુનાના આરોપીને શોધી બિહાર ખાતેથી પકડી પાડવામાં આવેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, અરજણભાઇ કોડીયાતર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, મયુદીનભાઇ સૈયદ, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ધમેન્દ્રસિંહ જાડેજા, ભયપાલિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઇ વીરડા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
